ચોરી:બંધ ઘરના તાળા તોડી તસ્કરો 15 હજારનો માલ ઉઠાવી ગયા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાન માલિક લૌકિકમાં ગયા પાછળ ચોરોએ માર્યો હાથ
  • 12 હજારની રોકડ અને 3 હજારના દાગીનાની કરી ચોરી

ભુજના સરપટ નાકા બહાર મહિલા આશ્રમની બાજુમાં આવેલા બંધ ઘરમાં તસ્કરો ત્રાટકીને ઘરમાંથી રોકડ રૂપિયા 12 હજાર અને ચાંદીના દાગીના મળીને કુલ 15 હજારના મુદામાલની ચારી કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરા-4 મહિલા આશ્રમ આસ્થા સ્કુલની બાજુમાં રહેતા અને કંટ્રકશનનું કામ કરતા ઇમ્તિયાઝ અબુબખર લોહારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ શુક્રવારે સાંજના સાત વાગ્યાથી શનિવારની સવાર દરમિયાન બન્યો હતો.

તેમના પિતાજીનું અવશાન થયું હોઇ લોકિક પ્રસંગે પરિવાર સાથે સંજોગનગર ખાતે ગયા હતા. પાછળ તેમના બંધ મકાનના દરવાજાનું તોળું તોડી કોઇ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરવખરી રફેદફે કરીને માટીના ભંભૂટીયમાં રાખેલા રૂપિયા 5 હજાર તેમજ કબાટમાં રાખેલા રૂપિયા 7 હજાર અને ચાંદીનું કળું અને ચેઇન રૂપિયા 3 હજાર મળીને કુલ 15 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળન કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...