ક્રાઇમ:સોની વેપારીના 5.96 લાખના સાદીના કાચા માલ સાથેનો થેલો લઇ તસ્કર ફરાર

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા-પુત્ર રાત્રે ઘરે આવ્યા મોપેડ પાર્ક કર્યું પણ થેલો ભૂલી ગયાને ઉપડી ગયો

ભુજના કંસારા બજારમાં સોની વેપારીનો રૂપિયા 5,69,757ની કિંમતના 15,070 કિલો ગ્રામ ચાંદીના કાચા માલનો ભરેલો થેલો ઘર પાસે પાર્ક કરેલા મોપેડમાંથી ચોરાઇ જતાં દોડધામ મચી જવા પામી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે તસ્કરનો તાગ મેળવા તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કંસારા બજારમાં રહેતા અને ઘર પાસે જ રાધેશ્યામ જ્વેલર્સ નામની દુકાનમાં રૂપાના તોળા બનાવવાનું કામ કરતા વેપારી હિતેનભાઇ ભુપેન્દ્રભાઇ સોલંકીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ મંગવારે રાત્રીના સવા નવ વાગ્યાથી બુધવારે સવારે દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી વેપારી અને તેમના પિતા મંગળવારે રાત્રે પોતાની દુકાન બંધ કરીને મોપેડ પર વિમલના થેલામાં તોળા બનાવવાનો 15,070 કિલો ગ્રામ રૂપાના જથ્થો અને દુકાનની ચાવી રાખી ઘરે આવ્યા હતા.

દરમિયાન ફરિયાદી મોપેડમાંથી ઉતરીને ઘરમાં ચાલ્યા ગયા હતા. અને ફરિયાદીના પિતા મોપેડ પાર્ક કરી થેલો લેવાનું ભૂલી ઘરમાં જતા રહ્યા હતા. સવારે ફરિયાદીના ભાઇએ દુકાનની ચાવી માંગતાં દુકાનની ચોવી સોધવામાં યાદ આવ્યું હતું કે, રાત્રે થેલો મોપેડમાં જ ભૂલાઇ ગયો છે. તપાસ કરતાં આ થેલો કોઇ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાતાં સોની વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં માલ ચોરાઇ ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તસ્કરનો શુરાગ મેળવવા સઘન છાનબીન હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...