તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ભુજમાં બંધ ઘરનું તાળું તોડી તસ્કર 97 હજારનો મુદામાલ ઉઠાવી ગયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બચત યોજનાના રૂપિયા, દાગીના 4 મોબાઇલ સહિતનો માલ ચોરાયો

ભુજના રામનગરી ખાતે અંબીકાચોકમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ રૂપિયા તથા દાગીના અને મોબાઇલ કપકા સહિત 96,500ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ રાજસ્થાનના પાલી જિલ્લાના હાલ ભુજ રામનગરી ખાતે રહેતા અને સહારા બચત યોજનાનું કામ કરતા તુલશીગીર વિશનગીરી ગોસ્વામીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપી હતી કે, ચોરીનો બનાવ ગત 6 મેથી 8 મે દરમિયાન બન્યો હતો.

ફરિયાદી અને તેનો પરિવાર માતાની અંતિમવિધિ માટે રાજસ્થાન ગયો હોઇ પાછળ તેમના બંધ ઘરના તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં રહેલ કબાટમાં તીજોરીના ખાનામાંથી બચત ખાતાના ઉઘરાણીના આવેલા રૂપિયા તેમજ કબાટમાંથી અન્ય રોકડ પરચુરણ તેમજ સોનાની બે બુટી કિંમત રૂપિયા 25 હજાર તેમજ 800ની કિંમતના 4 મોબાઇલ અને કપડા સહિત રૂપિયા 96,500ના મુદામાલની ચોરી કરી ગયા હતા.

માતાની અંતિમવિધીમાં રાજસ્થાન ગયાને ઘરમાં ખાતર પડ્યું
ગત 1 મેના ફરિયાદીની માતાનું વતનમાં મૃત્યુ થતા પરિવારજનો રાજસ્થાન ગયા હતા પાછળ તેમના ઘરમાં તસ્કરોએ હાથ માર્યો હતો. પાડોશીએ ચોરી થયા અંગે વિડીયો કોલીંગથી જાણ કરી હતી. પરંતુ વિધિમાં રોકાયલા હોવાથી આવી ન શકતાં શુક્રવારે ચોરી અંગેની ફરિયાદ કરી હતી.
તસ્કરો ઘરમાંથી આ માલમતા ચોરી ગયા
કબાટમાં રાખેલા બચત ખાતાના ઉઘરાણીના રૂપિયા 60,700 તથા રોકડ પરચુરણ રૂપિયા 10 હજાર, 25 હજાર રૂપિયાની કિંમતની 2 સોનાની બુટીઓ અને ચાર મોબાઇલ તેમજ પરિવારજનોના કપડા મળીને 96,5000નો મુદામાલ લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...