તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વકરતી સ્થિતિ:કચ્છમાં કોરોનાના દર્દીઓમાં આવી રહેલા ઉછાળાથી સ્થિતિ વણસવા તરફ જઇ રહી છે

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરટીપીસીઆર રિપોર્ટ બેથી ત્રણ દિવસ બાદ મળે છે, વેક્સિનનો જથ્થો ઓછો આવે છે, ક્યાંક રેપિડ ટેસ્ટ માટેની કીટ ખૂટી પડી

કચ્છમાં પણ ગંભીર રીતે વકરી રહેલા કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. કેટલાક દર્દીઓના કહેવા મુજબ આરટીપીસીઆરનો રિપોર્ટ આવતાં બેથી ત્રણ દિવસ જેટલો સમય નીકળી જાય છે તો અમુક સ્થળે રેપિડ ટેસ્ટની કિટ ખૂટી હોવાની બૂમ ઉઠી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી વેક્સિનનો જથ્થો પણ ઓછો આવી રહ્યો છે તેમ આરોગ્ય સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, જિલ્લા આરોગ્ય વડાએ આ તમામ બાબતે ખંડન કરતાં હાલત નિયંત્રણ હેઠળ હોવાનું કહ્યું હતું.

ખુદ વડા પ્રધાને આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મૂક્યો છે બીજી બાજુ કચ્છ બહાર જતા અને કચ્છમાં આવતા લોકોનો પણ આ પરીક્ષણ માટે ધસારો વધ્યો છે જેને લઇને અગાઉ ટેસ્ટનો રિપોર્ટ આવતાં 24થી 30 કલાકનો સમય લાગતો હતો તે હવે બેવડાયો છે પરિણામે કોવિડ છે કે નહીં તેના માટે દર્દીને બેથી ત્રણ દિવસની રાહ જોવી પડે છે. અગાઉ વેક્સિનનો પૂરતો જથ્થો આવતો ત્યારે ડોઝના બગાડનું પ્રમાણ ઉંચુ હતું હવે રસીકરણ માટે જાગૃતિ ફેલાઇ છે ત્યારે રાજ્ય સ્તરેથી જ રસીનો ઓછો જથ્થો આવી રહ્યો છે. આજે બુધવારે કચ્છભરમાં રસીકરણ બંધ રાખવામાં આવશે તે વાત જ વેક્સિનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાનું સૂચવી જાય છે. કેટલાક સ્થળે રેપિડ ટેસ્ટની કિટ પણ ખૂટી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે જિલ્લા આરોગ્ય વડા ડો. માઢકનો સંપર્ક સાધતાં તેમણે સ્થિતિ સામાન્ય હોવાનું કહીને ઉમેર્યું હતું કે, કેટલાક કિસ્સામાં આરટીપીસીઆરનો રિપોર્ટ મોડો આવ્યો હોઇ શકે અન્યથા 24થી 48 કલાકમાં જ આપી દેવાય છે. રાજ્ય સરકારે ગોઠવેલી સાંકળ મુજબ દૈનિક રસીનો જથ્થો આવે છે.

ભુજમાં RTPCR માટે કહેવાયું ‘કાલે આવજો’
ભુજના અર્બન હેલ્થ સેન્ટર-1 પર આરટીપીસીઆર માટે એક દર્દી બપોરે એક વાગ્યાના અરસામાં પહોંચ્યો હતો જેના સેમ્પલ લેવાના બદલે ફરજ પરના સ્ટાફે ‘સર્વર ધીમું ચાલતું હોવાથી ટેસ્ટ નહીં થાય, તમે કાલે આવજો’ તેવો જવાબ આપ્યો હતો. જો સર્વર જ ઠપ હોય તો રાહ જોવાના બદલે બીજા દિવસે બોલાવાની વાત કોઇના ગળે ઉતરે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો