તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સિંધુ સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેબિનારમાં કચ્છની સાઇટ્સ ચર્ચાના કેન્દ્રસ્થાને રહી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છની સાઇટ્સોએ માનવ વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો
 • કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે કરેલું સંશોધન પણ રજૂ કરાયું

સિંધુની સભ્યતા પર તાજેતરમાં યોજાયેલા આંતર રાષ્ટ્રીય વેબિનારમાં કચ્છની પુરાતત્વીય સાઇટ્સ ચર્ચાનો મુખ્ય વિષય બની હતી. કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે આ વિશે કરેલું સંશોધન રજૂ કરાયું હતું. કેરલા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ દ્વારા ડો. રાજેશ એસ.વી. અને ડૉ. અભયનના નેતૃત્વમાં યોજાયેલા વેબિનારમાં દેશ વિદેશના પુરાતત્વવિદો અને તજજ્ઞો જોડાયા હતા. જેમાં સિંધુ સભ્યતા ઉપર છેલ્લા ૩૫ વર્ષથી અભ્યાસ કરતા તજજ્ઞ અમેરિકાના ડો. જોનાથન કેનોયેરે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

જાપાનની કાનાજાવા યુનિવર્સિટી, કેમબ્રિજ યુનિવર્સિટી યુ.કે., કાટાલેન ઇન્સ્ટિટ્યૂટ સ્પેઇન, અલ્બીનો કોલેજ યુ.એસ. એ વગેરેના પુરાતત્વ તજજ્ઞોએ ભાગ લીધો હતો. સિંધુ સભ્યતા પર આંતર રાષ્ટ્રીય સ્તરના આ પ્રથમ વેબિનાર વિશે વધુ વિગતો આપતાં કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલી સિંધુ સભ્યતાની સાઈટ્રસ જેવી કે ધોળાવીરાની નગર વ્યવસ્થા, કાનમેરના કિલા અને ત્યાંથી મળેલા સીલ, કોટડા ભડલીમાંથી મળેલા પશુપાલનના અવશેષો, ખીરસરામાંથી મળેલા સોનાના મણકાની બનાવટ અને માટીના વાસણ પકવવાની ભઠી, ધાણેટી અને જુના ખટિયામાંથી તે સમયની બરોના અવશેષો ચર્ચાના મુખ્ય મુદ્દા રહ્યા હતા. તે સમયે કેવું પર્યાવરણ હશે અને તેની અસર તે સમયની માનવ વસતી ઉપર કેવી પડે હશે તેમજ સભ્યતાના વિકાસમાં પર્યાવરણે કેટલો ભાગ ભજવ્યો હશે તેના વિશે પણ ચર્ચા કરાઇ હતી.

આવનારા વર્ષોમાં કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ, કેરલા યુનિવર્સિટી, કાટાલેન ઇન્સ્ટિટ્યૂટ સ્પેઇન, અલ્બીનો કોલેજ યુ.એસ. એ. સાથે સંકલન કરીને કચ્છની જુના ખટિયા તથા ઉત્તર ગુજરાતમાં આવેલી સાઈટો ઉપર કામ કરશે જેના પરથી કચ્છની ધરતીમાં ધરબાયેલા ઇતિહાસની નવી કડીઓ ખુલશે એવું જણાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો