તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ:સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 24ને બદલે માત્ર ત્રણ એમએલડી પાણી પહોંચ્યું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટરની લાઈનોમાંથી વાડી ખેતર માલિકો કરે છે ચોરી

ભુજમાંથી ગટરના પાણી નાગોર રોડ પાસે પાલિકાની વાડીમાં ઠાલવાય છે. જે સ્થળે ગટરના ગંદા પાણીને ખેતી લાયક બનાવવા માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે. પરંતુ, શહેરના 24 અેમ.અેલ.ડી. ગંદા પાણીમાંથી માત્ર 3 અેમ.અેલ.ડી. પાણી જ પહોંચે છે. બાકીનું પાણી ખેતર વાડીના માલિકો ચોરી કરી લે છે. પરંતુ, ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોઅે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. ભુજ શહેરને દરરોજ 36 અેમ.અેલ.ડી. નર્મદાનું પીવાનું પાણી અપાય છે, જેમાંથી દરરોજ વપરાશ બાદ 24 અેમ.અેલ.ડી. ગંદુ પાણી ગટરમાં ઠલવાઇ જાય છે.

જે ગટરના પાણી પાઈપ લાઈન મારફતે નાગોર રોડ પાસેની પાલિકાની વાડીમાંથી પસાર કરીને ખુલ્લામાં ઠાલવવામાં અાવે છે. પરંતુ, માર્ગમાં ખેતર અને વાડીઅો અાવેલી છે. જેમના માલિકો ઘાસચારા સહિતના પાક માટે પાલિકાની ગટરની લાઈનમાંથી ગંદુ પાણી ખેંચી લે છે, જેથી પાંચ વર્ષ પહેલા સુવેજ પ્લાન્ટ નાખવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જેમાં ગટરના ગંદા પાણીને ખેતર અને વાડીમાં પાકના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય અે રીતે શુદ્ધ કરાય છે. જે પ્લાન્ટ છેલ્લા ત્રણેક વર્ષથી બની ગયું છે.

પરંતુ, ગટરના 24 અેમ.અેલ.ડી. ગંદા પાણી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચતા જ નથી. માત્ર 3 અેમ.અેલ.ડી. પાણી પહોંચે છે. કેમ કે, વચ્ચે માર્ગમાં અાવેલા ખેતર અને વાડીના માલિકો ચોરી કરી લે છે. જેની સામે પાલિકાના પદાધિકારીઅોઅે અાજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. માત્ર કાર્યક્રમોમાં ફોટો સેશન કરાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ સંતોષી 2.5 વર્ષનો કાર્યકાળ પસાર કરી લે છે, જેમાં હાલના પદાધિકારીઅોઅે દરરોજ અેક પ્રેસનોટ મોકલી મહારત હાસલ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...