તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:હમીરસર કાંઠે સાતમ-આઠમનો ‘સતાવાર' મેળો નહિં યોજાય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વંયભુ મેળો ભરાશે તો ગાઈડલાઈનનું પાલન કરાવાશે

શ્રાવણ મહિનાના આરંભ સાથે કચ્છમાં તહેવારોની સીઝન પણ શરૂ થઈ ગઈ છે,આ વખતે નાગ પાંચમીના ભુજંગદેવનો મેળો પણ યોજાયો ન હતો જેથી નક્કી હતું કે,સાતમ - આઠમનો મેળો નહિ યોજાય જોકે અટકળો પર પૂર્ણવિરામ આવી ગયું છે ભુજ નગરપાલિકા દ્વારા સતાવાર રીતે જાહેરાત કરાઈ છે કે આ વખતે હમીરસર કાંઠે મેળો યોજવામાં આવશે નહિ. 3

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભુજમાં મહાદેવનાકા થી ખેંગારબાગ સુધી મેળો ભરાતો હોય છે જેમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે ગત વર્ષે પણ કોવિડના કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો આ વખતે પણ કોવિડની અસરો જોતા મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે,કોવિડની ત્રીજી લહેરની શકયતાને ધ્યાને લઇ ભુજનો પરંપરાગત સાતમ આઠમનો મેળો આ વખતે યોજવામાં આવશે નહિ પરંતુ જો હમીરસર કાંઠે સ્વંયભુ મેળો ભરાશે તો નગરપાલિકા અને પોલીસની ટિમો દ્વારા ધંધાર્થીઓ અને નાગરિકોને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા સમજાવવામાં આવશે તેમજ જિલ્લા કલેક્ટરના જાહેરનામાની અમલવારી કરાવવામાં આવશે તેવું ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...