તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો આદેશ:પોસ્ટ કાૈભાંડમાં આરોપીની જામીન અરજી જ સેશન્સ કોર્ટે નકારી

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અરજી વીડ્રો કરી નીચેની કોર્ટમાં જવા જણાવ્યું

ભુજના ચકચારી રાવલવાડી પોસ્ટ અોફિસના નાણાંકીય ગફલામાં છેલ્લે પોલીસે જેની ધરપકડ કરી હતી, તે અારોપી વિનય દવેઅે અાગોતરા મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે અદાલતે નકારી, નીચલી કોર્ટમાં જવા જણાવ્યું છે. નાણાકીય ગોબાચારી પ્રકરણમાં પોલીસે ત્રીજા સબ પોસ્ટ માસ્તર વિનય દેવશંકરભાઇ દવેની તા.13-5ના ધરપકડ કરી હતી.

ચાર્જશીટમાં દવેના કાર્યકાળ દરમ્યાન 2 ખાતામાંથી રૂ.16,92,320ની ઉચાપત થયાનું દર્શાવ્યું હતું. દવેઅે ધરપકડ ટાળવા માટે અંદાજિત ચારેક દિવસ પહેલા અાગોતરા જામીન માટે ભુજની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેથી અદાલતે મેરીટ ઉપર નહીં પરંતુ નોર્મલી વીડ્રો કરી જામીન મેળવવા માટેની અરજી જ નકારી હતી.

કાનૂની ક્ષેત્રના સૂત્રો મુજબ જો ચાર્જશીટ થઇ ગઇ હોય તો તેવા કેસમાં અારોપી અાગોતરા જામીન મેળવવા માટે સીધા ઉપલી કોર્ટમાં ન જઇ શકે. અેટલે કે, નીચલી કોર્ટમાં જામીન અરજી કરવી પડે અને જો નીચલી કોર્ટ જામીન ફગાવી દે તો જ તે તબક્કાવાર ઉપલી કોર્ટમાં જઇ શકે છે. સબ પોસ્ટ માસ્તર દવેના કેસમાં પણ સેશન્સ કોર્ટે જામીન અરજી નોર્મલી વીડ્રો કરી, નીચલી કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...