તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ખોટી રસીદ પ્રકરણમાં સેશન્સ કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાર.ટી.અો.માં દંડ ભરવાની બોગસ પહોંચ ફરિયાદીને આપી છેતરપિંડી કરાઇ હતી

ગત 24 જુનના અાર.ટી.અો અેજન્ટોને ડિટેઇન થયેલા વાહનના દંડ ભરવાની બોગસ પહોંચ અાપી છેતરપિંડી કરાતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી, જે પૈકી અેક અારોપીઅે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરતા 10મા અેડિશનલ સેશન્સ જજે અરજી નામંજુર કરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, નલિયા પોલીસે ડિટેઇન કરેલી બાઇકના દંડ ભરવા માટે ફરિયાદી અારટીઅો અાવ્યા હતા જયાં અારોપી સાગર દયારામ ભાનુશાલી, ધર્મેન્દ્ર ડુડીયા અને કલ્પેશ નામના શખ્સે બોગસ રસીદ બનાવી અાપી છેતરપિંડી કરી હોવા અંગે બી ડિવિઝન પોલીસમાં ફોજદારી નોંધાવી હતી.

સાગર ભાનુશાલીઅે રેગ્યુલર જામીન અરજી મેળવાવ માટે અરજી કરતા સરકારી વકીલ અેસ. અે. મહેશ્વરીઅે દલીલ કરી હતી કે અારોપીઅે સરકારી બોગસ દસ્તાવેજ ઉભા કરી છેતરપિંડી અાચરી છે, હજુ તપાસ પુર્ણ નથી થઇ અને અારોપી પકડવાનો બાકી છે, જો જામીન અરજી મંજુર કરવામાં અાવશે તો તપાસમાં સંભવત: પીડિત અને અન્ય સાક્ષીઓ અને તપાસને ધમકી અાપી શકે. છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ દસમાં અેડિશનલ સેશન્સ જજ રસીકકુમાર વી. મંદાનીઅે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...