નિમણુંક:જુનિયરને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપાતા સિનિયરોમાં કચવાટ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિનિયોરિટી મુજબ નિમવા TPEOને સખત સૂચના
  • દાખલ તારીખ મુજબ ગણતરી કરવા કહેવાયું

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઅોને 10મી જાન્યુઅારીઅે પત્ર લખી સૂચના અાપી હતી કે, કેટલીક શાળાઅોમાં સિનિયર શિક્ષકની અવગણના કરીને જુનિયર શિક્ષકને મુખ્ય શિક્ષક તરીકે જવાબદારી સોંપવામાં અાવે છે, જેથી સિનિયર શિક્ષકના મનોબળ ઉપર વિપરીત અસર થાય છે. જે ધ્યાને લઈ સિનિયોરિટીને ધ્યાનમાં લઈને સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ સોંપવામાં અાવે.

પત્રમાં વધુમાં સૂચના અાપતા જણાવાયું છે કે, જિલ્લાની જે પ્રાથમિક શાળાઅોમાં મુખ્ય શિક્ષક (અેચ.ટાટ)ની જગ્યાઅો ભરાયેલી નથી કે મંજુર થઈ નથી. તેવી પ્રાથમિક શાળાઅોમાં મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી શાળાના સાૈથી સિનિયર શિક્ષકે નિભાવવાની થતી હોય છે.

અામ છતાં અમુક શાળાઅોમાં જવાબદારી જુનિયર શિક્ષક સંભાળતા હોય છે. અેવું ધ્યાને અાવ્યું છે. જેના કારણે શાળાના સિનિયર શિક્ષકના મનોબળ પર વિપરીત અસર પડે છે. જે શિક્ષણના હિતને હાનિકર્તા છે, જેથી જે પ્રાથમિક શાળાઅોમાં જુનિયર શિક્ષક પાસે મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ છે તેવી તમામ પ્રાથમિક શાળાઅોમાં ખાતામાં દાખલ તારીખ મુજબ ફરજ બજાવતા સાૈથી સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપરત કરવાનો રહેશે.

જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન બઢતી પરત લેવાશે
પત્રમાં જણાવાયું છે કે, જે સિનિયર હોય અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરશે તેની ખાનગી અહેવાલમાં નોંધ કરવાની રહેશે. ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અટકાવવાની કે લેવાની ફરજ પડશે તેની નોંધ લેવી. સૂચનાની તમામ તાલુકાની અેચ.ટાટ સિવાયની શાળાઅોમાં અમલ થઈ ગયો છે અે પ્રમાણપત્ર મોકલી અાપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...