તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:જંગલ વિભાગ દ્વારા નિર્મિત રોપા ઉછેર કેન્દ્ર પોતે બન્યું ઉજ્જડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે લોક ઉપયોગી નર્સરી બંધ કરતા રોપાઓ ખરીદનાર માટે ઉભી થઇ મુશ્કેલી

જે વિભાગને રણમાં પણ જંગલ ઊભુ કરવા કરોડોની ગ્રાન્ટ ફાળવવમાં આવે છે તે જંગલ વિભાગના એક પેટા વિભાગ વન વિસ્તરણ કચેરી હસ્તક રોડ સાઈડ પ્લાંટેશન, શહેર અને ગ્રામ્ય ક્ષેત્રે નર્સરી, વિવિધ યોજના અંતર્ગત રોપા વિતરણ વગેરે કામગીરી થતી હોય છે. ભુજ શહેર અને આસપાસ દસ જેટલી નર્સરી હતી. જેમાંથી ભુજમાં જ આવેલી ઓફિસર્સ ક્લબ પાસેની નર્સરી તદ્દન ઉજ્જડ થઈ ગઈ છે. આ નર્સરીમાં ગત વર્ષ સુધી રોપાઓ હતા અને શહેરીજનો ખરીદવા પણ આવતા.

અત્યારે ત્યાં માત્ર કચેરીના ભંગાર બે વાહન અને ગ્રીન હાઉસના અવશેષ રહ્યા છે. આ અંગે વન વિસ્તરણ કચેરી ખાતેના કર્મચારી જશાભાઇ દેસાઈને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, ગત વર્ષે મોચીરાઈ નર્સરી બનાવતા ભુજની કોલેજ રોડ અને મીરજાપર પાસેની નર્સરી બંધ કરી. જો કે, જમીન વન વિભાગના કબ્જામાં જ છે. શા માટે બંધ કરી અને દૂર જંગલમાં કોઈને શોધી ન શોધાય એવી જગ્યાએ નર્સરી શા માટે ખસેડી તે પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...