તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બી ડિવિઝન પ્રકરણમાં પૈસા લેનાર શખ્સની શોધખોળ શરૂ કરાઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદીના નિવેદન પરથી પોલીસ મથકના CCTV ફુટેજ અેકત્ર કરાયા
  • ટેક્નોલોજીનો ઉપયોગ કરી ભાળ મેળવવા તજવીજ કરાઇ : તપાસનીશ

ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નગરસેવકોઅે બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર તરફથી 25 હજાર લીધા હોવાના અાક્ષેપ સાથે અેસ.પી. સમક્ષ ફરિયાદ કરતા ખાતાકીય તપાસ શરૂ કરાઇ હતી. ફરિયાદીના નિવેદન લીધા બાદ સીસીટીવી ફુટેજ અેકત્ર કરી પૈસા લેનાર શખ્સની શોધખોળ શરૂ કરાઇ હતી.

ગુરુવારે પકડાયેલા તબીબ સામે ગુનો નોંધાયા બાદ બીજા દિવસે તેની પાસેથી 25 હજાર રૂપિયા લીધા હોવાના અાક્ષેપ સાથે અેસ.પી. સમક્ષ નગરસેવકો રજૂઅાત કરવા પહોંચ્યા હતા, જે અંગે ડીવાયઅેસપી દેસાઇ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ફરિયાદીના નિવેદન લેવાયુ છે, જેમાં તેણે અેક શખ્સે 25 હજાર રૂપિયા લીધા હોવાનુ લખાવ્યું છે. જો કે, તે શખ્સનું નામ તેને ખબર નથી, તે શખ્સનું હુલીયો અને દેખાવ અંગે નોંધાવ્યું છે. જે નિવેદન પરથી ખાતાકીય તપાસ શરૂ કરાઇ છે અને સીસીટીવી ફુટેજ અેકત્ર કરવામાં અાવ્યા છે.

ટેક્નોલોજીની મદદથી પૈસા લેનાર શખ્સ કોણ છે તેની તપાસ ચાલુમાં છે. પૈસા લેનાર શખ્સ પોલીસ કર્મચારી છે કે અન્ય શખ્સ તે હકીકત સામે અાવી જશે. બીજી બાજુ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરની રાવ અાપવા અેસ.પી.ને પહોંચેલા નગરસેવકો પૈકી રાજેશભાઇ ભાંડેલ નહીં પણ તેમના પુત્ર હર્ષદ ભાંડેલ ગયા હોવાનું નગરસેવિકાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...