તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:કચ્છમાં વાદળછાયા માહોલ વચ્ચે અકળાવતી ગરમી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેજ વધવાથી ગરમી વધી: કંડલા પોર્ટ 36.4 ડિગ્રી તાપમાન

કચ્છમાં ગત સપ્તાહે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસ્યા બાદ મોટા ભાગે વાદળછાયો માહોલ જોવા મળે છે. તેની વચ્ચે મહત્તમ પારો નીચો જવા છતાં ભેજ વધવાથી અકળાવતી ગરમી અનુભવાઇ રહી છે. શુક્રવારે રાજ્યમાં મોખરે રહેલાં કંડલામાં પારો એક આંકથી વધુ નીચે ઉતરીને 36.4 રહ્યો હતો જ્યારે સવારે 72 ટકા જેટલો ભેજ નોંધાયો હતો.

કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ 36.2, ભુજમાં 35.4 જ્યારે નલિયા ખાતે 34.4 ડિગ્રી નોંધાયું હતું. કચ્છભરમાં સવારે ભેજનું પ્રમાણ સવારે 70 ટકા જ્યારે સાંજે 50 ટકા જેટલું રહેતાં લોકો બફારાથી અકળાયા હતા. આગામી દિવસોમાં વરસાદની સંભાવના ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન
મથકતાપમાન
ભાવનગર37.2
સુરેન્દ્રનગર37.1
રાજકોટ36.5
ગાંધીનગર36.5
કંડલા પોર્ટ36.4
અમદાવાદ36.3
કંડલા (એ)36.2
ડીસા35.5
ભુજ35.4
વડોદરા35
નલિયા34.4

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...