તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માણાબાના સરપંચે સ્વખર્ચે નર્મદા કેનાલના સમારકામનું બીડું ઝડપ્યું

સામખિયાળી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાંઠા વિસ્તારના ગામોમાં પાણી પહોંચતું કરવાનું ભગીરથ કામ શરૂ

રાપર તાલુકાના માણાબાના સરપંચ દ્વારા ગાગોદર નર્મદા સબ કેનાલનું સ્વખર્ચે સમારકામ કામ કરાવી કાંઠા વિસ્તારના છેવાડાના ગામડાઓમાં લોકો અને પશુઓ માટે પાણી પહોંચાડવાનો શ્રમ યજ્ઞ આદર્યો છે. બે દિવસથી શરૂ કરાયેલા આ કામ દરમિયાન કુંભારિયા-થોરીયારી કેનાલમા પાણી પહોંચતું કરવામાં ગામના મુખીએ સફળતા મેળવી છે.

માણાબા, ભીમદેવકા, થોરીયારી, કુંભારીયા, પેથાપર, ફુલપરા સુધી પાણી મળે અને ખેડૂતો તેમજ પશુઓને રાહત આપવાના આશયથી માણાબાના સરપંચ અકબર રાઉમાએ પોતાના ખર્ચે ગાગોદર સાંય ગામનાં ભોંયરા પાસે માટી દુર કરવા હિટાચી મશિનથી બે દિવસ સુધી કામગીરી કરાવી કેનાલમાં સફાઈ કરાવી હતી. ગાગોદરથી ફતેહગઢ પાસે અવેલા હમીરપર પમ્પિંગ સ્ટેશન સુધી લેવલ ચેક કરાવી પલાંસવા, માખેલ, અમરાપર, ઘાણીથર, સાંય, કાનમેર, માનગઢ વગેરે જગ્યાએ થતો પાણીનો બગાડ રોક્યો હતો. બે દિવસ અને રાત દરમિયાન આદરાયેલા આ સેવા યજ્ઞમાં હાઇવે પુલ પાસેથી કુંભારિયા-થોરીયારી કેનાલમા પાણી પહોંચતું કરવામાં સફળતા મેળવી છે. સરપંચે આવતા 15-20 દિવસ સુધી રાત દિવસ મહેનત કરે તેવા મહેનતુ માણસોને પણ આ કામમાં જોતર્યા છે અને શક્ય તેટલી વહેલી તકે બધા ગામડાઓમાં પાણી પહોચાડવા સતત પ્રયત્ન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો