તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જંગડિયામાં અવિશ્વાસની દરખાસ્ત પર સરપંચે મતદાન કરવા જ ન દીધું

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના જંગડિયામાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત અન્વયે મળેલી સામાન્ય સભામાં સરપંચે વોટિંગ કરવા જ ન દેતાં દરખાસ્ત કરનારા લોકોઅે કાર્યવાહી અકબંધ રાખવાની માંગ સાથે નાયબ કલેક્ટર સમક્ષ રાવ ખાધી છે.જંગડિયા ગ્રામપંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટેની માંગ અન્ય હોદ્દેદારોઅે કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઅાત કરી હતી, જેના અનુસંધાને તા.12-7ના સવારે 11 કલાકે ગ્રામપંચાયત ખાતે સરપંચના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા રાખવામાં અાવી હતી, જેમાં સરપંચે પણ માત્ર ચર્ચા કરી, તેની સામે થયેલા અાક્ષેપોને ફગાવી દઇ મતદાન કરવા પર મનાઇ ફરમાવી દીધી હતી. અા તકે ઉપસ્થિત પ્રસ્તાવ કરનારા હોદ્દેદારોઅે પણ પ્રસ્તાવની કાર્યવાહી અકબંધ રાખવાની માંગ સાથે અબડાસાના પ્રાંત અધિકારી સમક્ષ રાવ ખાધી હતી.

ઉપસરપંચ નાનજી ભાનુશાલીઅે જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં તાલુકા પંચાયતમાંથી અાવેલા વિસ્તરણ અધિકારીના કહેવા મુજબ સામાન્ય સભાના અધ્યક્ષસ્થાને સરપંચ હોઇ તે મતદાનની ના પાડે તો મતદાન ન થઇ શકે. જો કે, તાલુકા વિકાસ અધિકારી પોતાનું લેટરપેડ અાપે તો તેના પર અવિશ્વાસની દરખાસ્ત થઇ શકે છે, જેથી અા અંગે તા.13-7ના તાલુકા પંચાયત નલિયા ખાતે અન્ય હોદેદારો જતાં ટીડીઅોઅે ભુજ મિટિંગમાં ગયો હોવાનું કહ્યું હતું, જયારે બીજા દિવસે તા.14-7ના તબીયત બરાબર ન હોઇ ભુજમાં દાખલ હોવાનું જણાવી માત્રને માત્ર સરપંચને બચાવવા માટે ટીડીઅો ઠાગાઠૈયા કરતા હોવાનો અાક્ષેપ ઉપસરપંચ ભાનુશાલીઅે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...