તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય જનતા પાર્ટીઅે ભુજ નગરપાલિકામાં વોક વે સહિતના ભ્રષ્ટાચારથી ખરડાયેલી છાપને ભૂંસવા 2015ની ચૂંટણીમાં નવા ચહેરાઅોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે અાવતાવેત નોંધનીય કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં વર્ષોથી ઉપેક્ષિત અને વેરાન થઈ ગયેલા ઈન્દિરાબાગને ફરી હરિયાળું કરી દઈ શહેરીજોને નજરાણું અાપ્યું છે. અામ, પ્રારંભના અઢી વર્ષ બધું સમું સુતરું પાર પડ્યું. પરંતુ, ત્યારબાદ બાકીના અઢી વર્ષ હુંસાતુંસીમાં વીત્યા અને ‘હું મરું પણ તને રાંડ કરું’ જેવો તાલ સર્જી દીધો.
ભુજ નગરપાલિકામાં પ્રમુખપદ સંભાળતા જ અશોક હાથીઅે અઠવાડિયામાં અેક બે દિવસ ક્રમશ: દરેક વોર્ડને સાંકળી સામૂહિક સફાઈનું અભિયાન છેડ્યું હતું, જેમા દરેક વોર્ડના નગરસેવકો સ્થળ ઉપર હાજર રહી સફાઈ કાર્ય કરાવતા જોવા મળ્યા હતા. જોકે, ત્યારબાદ સફાઈ કામદારોની હડતાળ સહિતની રૂકાવટોઅે સફાઈ અભિયાનને અધવચ્ચે પડતું મૂકાવી દીધું. અે દરમિયાન કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા અને બાગ બગીચા સમિતિના ચેરપર્સન બિંદીયા ઠક્કરે દાયકાઅોથી ઉપેક્ષિત ઈન્દિરાબાગનું નવનિર્માણ હાથ ધર્યું અને સફળતા પણ મળી,જેથી અાજ પણ ઈન્દિરા બાગમાં સવાર સાંજ લોકોની અવરજવર રહે છે.
પરંતુ, વોટર સપ્લાય સમિતિના ચેરમેન જગત વ્યાસે સ્વચ્છ અને નિયમિત પાણી પૂરું પાડવા કરેલા પ્રયાસોને હવનમાં હાડકા નાખનારાઅોઅે સફળ થવા ન દીધા. બીજી બાજુ શહેરમાં ગટરની સમસ્યા વકરી. જેને ડ્રેનેજ સમિતિના ચેરમેન અશોક હાથી છેવટ સુધી ઉકેલી ન શક્યા.
ત્યારબાદ બાકીના અઢી વર્ષ માટે પ્રારંભથી જ પદ પ્રતિષ્ઠાની લડાઈ શરૂ થઈ ગઈ, જેમાં કારોબારી ચેરમેન ભરત રાણાને સાહ સહકાર ન મળ્યો, જેથી વિકાસ કાર્યોની ગાડી અાડે પાટે ચડી ગઈ. જોકે, અંતિમ 6 માસ દરમિયાન કારોબારી ચેરમેન ભરત રાણા અને બાંધકામ સમિતિના ચેરમેન અજય ગઢવીઅે શહેરના રોડ રસ્તાના રિસર્ફેસિંગ કામમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને ચોમેરથી પ્રશંસા પણ મેળવી લીધી. પરંતુ, ‘બૂંદ સે ગઈ હોજ સે નહીં અાતી’ની કહેવતની જેમ બંનેની ટિકિટ કપાઈ ગઈ.
કોંગ્રેસના ગઢમાં ગાબડ્યું પાડ્યું
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે વોર્ડ નંબર 1થી 3માં સપાટો બોલાવી બારેબાર બેઠકો કબજે કરી લીધી હતી. પરંતુ, વોર્ડ નંબર 2ના અેક કોંગ્રેસી નગરસેવક સુલેમાન કાસમ હિંગોરજાઅે પાણી સમસ્યા મુદ્દે રાજીનામું ધરી દીધું હતું, જેથી પેટા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર કાસમ સુલેમાન કુંભારે કોંગ્રેસના ઉમેદવારને હરાવી દેતા ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી હતી. અેવી જ રીતે વોર્ડ નંબર 6માં ભાજપના નગરસેવક ધીરેન ઠક્કરે રાજીનામું અાપ્યા બાદ પેટા ચૂંટણી થઈ હતી, જેમાં પણ ભાજપે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને બેઠક જાળવી રાખી હતી. અામ, ભાજપના નવા નગરસેવકોઅે 2015થી 2020ના કાર્યકાળ દરમિયાન પક્ષને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. ઉલ્ટું ફાયદો જ કરાવ્યો છે.
હમીરસરના બ્યૂટીફિકેશન પર પાણી ફરી વળ્યું
ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવના બ્યૂટીફિકેશનની દાયકાઅોથી વાતો સંભળાતી હતી. 2016/17માં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ અાશા પણ જાગી હતી. અરે, ક્રિષ્ણાજી પુલ પાસે રામકુંડને જોડતા પુલિયા સહિતના કાર્યો પણ થયા. પરંતુ, હમીરસર તળાવની અંદર ઝરુખા ખેંચવા મુદ્દે લોક પ્રતિનિધિના જડ વલણથી અંતે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, જેથી બ્યુટીફિકેશન પર પાણી ફરી વળ્યું.
ચેરમેનની વરણીમાં પક્ષના મેન્ડેટ સામે બળવો
2015થી 2020 સુધીની ટર્મના બાકીના અઢી વર્ષમાં પદાધિકારીઅો બદલ્યા, જેમાં કારોબારી ચેરમેન તરીકે પક્ષે ભરત રાણાના નામનું મેન્ડેડ અાપ્યું. પરંતુ, મહત્ત્વાકાંક્ષીઅોઅે વિરોધ કર્યો. જોકે, ભરત રાણા નહીં તો બીજો કોણ કારોબારી ચેરમેન અે મુદ્દે બળવાખોરો પણ અેક ન થઈ શક્યા, જેથી બળવાની હવા નીકળી ગઈ. પરંતુ, પક્ષના મેન્ડેડ સામે બળવો અે કલંક તો લાગી જ ગયું.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.