તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરટીઓની મેરેથોન કામગીરી:મુન્દ્રામાં આરટીઓનો ફિટનેસ કેમ્પ પ્રથમવાર 10 કલાક ચાલ્યો

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓની મેરેથોન કામગીરી: બુધવારે સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી કેમ્પમાં વાહનોના ખડકલા
  • નવી એપ.માં એક-એક વાહનના 8 ફોટા પડતા હોવાથી સમય વીતી ગયો

પ્રાદેશિક વાહન વ્યવહાર તંત્ર તરફથી દર મહિને વાહન ફિટનેસ માટે કેમ્પ યોજવામાં આવે છે, જેમાં પાસિંગ પુરી થઇ ગઇ હોય તેવા વાહનો આવતા હોય છે. બુધવારે મુન્દ્રા ખાતે યોજાયેલા વાહન ફિટનેસ કેમ્પ દસ કલાક સુધી ચાલ્યો હતો. નવી એપમાં એક એક વાહનના 8 ફોટા પાડવાના હોવાથી રાત્રે આઠ વાગ્યા સુધી વાહનો ખડકાયેલા હતા.

અત્યાર સુધી વાહન ફિટનેસ કેમ્પમાં માત્ર ફોનમાં ફોટા પાડી, ચેસીસ નંબર વેરીફાઇ કર્યા બાદ વાહનોને રવાના કરી દેવાતા હતા. જો કે, છેલ્લા એકાદ માસથી કમીશનર કચેરી તરફથી વાહન ફિટનેસ માટેની એપલીકેશન શરૂ કરી છે. એક એક વાહનના આઠ ફોટા એપલીકેશનમાં પાડવામાં આવે છે જે બાદ જ વાહન ફિટનેસ કરવામાં આવે છે.

બુધવારે મુંદરા મથકે યોજાયેલા ફિટનેસ કેમ્પમાં 160 જેટલા વાહનોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી તમામ વાહનોના ફોટા પાડી નિકાલ કરવામાં આવ્યો હતો. એક વાહનના આઠ ફોટા પાડવાના હોય છે જેમાં અમુક સમયે નેટની સમસ્યા તેમજ સર્વર ડાઉન હોવાના કારણે રીસેટ મારવાનો વખત આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સરકાર તરફથી લેવાયેલા નિર્ણયે મુશ્કેલીમાં વધારો કર્યો
અગાઉ ઇન્સ્પેકટરો કેમ્પમાં જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યા સુધી તો તમામ વાહનોના ફોટા પાડી તેમને નવરા કરી દેવાતા હતા. જો કે, સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયને પગલે હેરાનગતીમાં વધારો થયો છે. એપલીકેશનમાં ફોટા પાડવા માટે છેક ગાડીની અંદર તેમજ ઉપર ચઢવાનું રહે છે અને અમુક સમયે ફોન રીસેટ મારી ફરીથી ફોટા પાડવાનો વખત આવે છે. રાજયના તમામ આર.ટી.ઓ.માં આ પદ્ધતીથી ફિટનેશની કામગીરી કરવામાં આવે છે.

કેમ્પના સ્થળે પહોંચી લોકેશન મુક્યા બાદ જ આઇડી ઓપન થાય
એપલીકેશન આર.ટી.ઓ. સંકુલની ત્રિજયામાં ખુલી શકે છે, લોકેશનથી દુર જતા બંધ થઇ જાય છે. તો ફિટનેસ કેમ્પ વેળાએ ઇન્સ્પેકટર કેમ્પના સ્થળે પહોંચી ત્યાની ત્રિજયાનું લોકેશન આર.ટી.ઓ.માં મુકયા બાદ તે લોકેશન અપડેટ કરવામાં આવે છે જે બાદ જે-તે ઇન્સ્પેકટરની આઇડી ઓપન થાય છે. લોકેશનથી દુર જતા જ આઇડી બંધ થઇ જાય છે. આમ લોકેશન સિવાયના વાહનોનુ ફિટનેશ થઇ શકતુ નથી અને ગેરરિતી થવાની સંભાવના રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...