મુશ્કેલી:બે સપ્તાહ બાદ RTO શરૂ કરાઇ પણ કર્મચારીઓ માત્ર 50 ટકા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાહન છુટવાની કામગીરી શરૂ ન કરાતા હેરાનગતી

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બે સપ્તાહ બાદ શરૂ કરાઇ હતી પણ અધિકારી અને કર્મચારીઓ માત્ર 50 ટકા જ હાજર રહ્યા હતા, તો પ્રથમ દિવસે જ વાહન છુટવાની કામગીરી શરૂ ન કરાતા ગાંધીધામ સુધી જ લાંબા થવાનો વારો આવતા હેરાનગતી થઇ હતી. તો અમુક કામગીરી માટે જરૂરી કલાર્ક હાજર ન હોવાથી 50 ટકા જ કામગીરી થઇ શકે તેમ હતી. બે સપ્તાહ પૂર્વે કચેરીના 18 જેટલા અધિકારી-કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી જતા બે સપ્તાહ માટે કામગરી બંધ રખાઇ હતી. સોમવારે કચેરી શરૂ કરાઇ હતી પણ અમુક અધિકારી-કર્મચારી કવોરન્ટાઇનમાં હોવાથી 50 ટકા જેટલી કામગીરી શક્ય બની હતી. તો મુખ્ય કામગીરી એવી વાહન ડિટેઇન થયેલા હોય તેમના દંડ સ્વિકારવાની હોય છે, જે શરૂ ન કરાતા વાહન માલિકોને ગાંધીધામ સુધી લાંબા થવુ પડયું હતું.

અન્ય સમાચારો પણ છે...