તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનહાની ટળી:નલિયા ગ્રામ પંચાયત કચેરીના ટાંકાની છત તોડી ટ્રેકટર ટ્રોલી ખાબકતા અફરાતફરી સર્જાઈ હતી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રોલી પર બેઠેલા મજૂર અને ડ્રાંયવરનો આબાદ બચાવ

અબડાસા તાલુકાના વડા મથક નલિયા ખાતે આજે એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રેકટર ટ્રોલી ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં બનાવાયેલા પાણીના ટાંકાની છત તોડી ખાબકી હતી જેને બાદમાં જેસીબી મશીન દ્વારા બહાર ખેંચવામાં આવી હતી. બનાવમાં સદભાગ્યે ટ્રોલી પર સવાર બે મજૂર અને ડ્રાઇવરનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી.

નલિયા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં તાજેતરમાં પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો , ટાંકાની સાઈટમાં તેમજ ગ્રાઉન્ડમાં ટ્રેકટર દ્વારા માટી નાખવામાં આવતી હતી ત્યારે અચાનક પાણીના ટાંકામાં પડી જતા અફરા-તફરી મચી હતી. સ્થાનિક લોકો તેમજ ગ્રામ પંચાયતના અધિકારી દોડી ગયા હતા.

આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ આ ઘટનામાં ટ્રેકટરની ટ્રોલી ટાંકામાં પડી ગઈ હતી ભારે જહેમત બાદ જે.સી.બી દ્વારા બહાર કાઢવામાં આવી હતી. બનાવમાં નલિયા ગ્રામ પંચાયતના તલાટી રૂપસિંહ જાડેજા , નલિયા સરપંચ પતિ અનવર ભાઈ સુમરા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો મદદરૂપ બન્યા હતા એવું જગદીશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...