તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ભુજમાં બાંધકામ થઇ રહેલા મકાનના સળીયા ચોરાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ખારી નદી રોડ પર આવેલા કંજરી નગરમાં નવા બની રહેલા મકાનના બાંધકામ માટે રખાયેલા લોખંડના સળીયા ચોરી જવતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. સીરાજભાઇ યુસુફભાઇ લાંઘાઇનું મકાનનું બાંધકામ કજરીનગર ખાતે ચાલુ છે, જે માટે સળીયા મંગાવાયા હતા જે મકાનની બહાર પડયા હતા. ચોર શખ્સોએ 18 જેટલા લોખંડના સળીયા કિંમત 43 હજાર રૂપિયાની ચોરી કરી ગયા હતા. કોઇ અજાણ્યા ઇસમો આ સળીયા ચોરી જતા એ ડિવિઝન પોલીસે ફોજદારી નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી. શહેરમાં પોલીસની કોઇ જ ધાક ન હોય તેમ તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો