તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રેસ્ટોરેન્ટ સંચાલકે નાળામાં નાખેલી ગટર લાઇન હટાવવાનું કહેવાતા બેભાન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાનુશાલી નગર પાસેના નાળામાં ડાયરેકટ લાઇન નાખી હતી
  • પ્રાૈઢ સંચાલકને સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા

ભુજના ભાનુશાલી નગર પાસે વરસાદી પાણીના વહેણના નાળામાં ડાયરેકટ લાઇન નાખી હોતા રેસ્ટોરેન્ટ સંચાલકને કનેકશન લઇ લેવાનું કહેવાયું હતું, જેથી પ્રાૈઢ સંચાલકને માનસિક અાઘાત લાગતા બેભાન થઇ ગયા હતા, હતભાગીને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જી. કે. જનરલ હોસ્પિટલ ચોકીઅેથી પ્રાપ્ત વિગતો મુજબ, રોહનભાઇ યોગેશભાઇ મહેતા (રહે. ભુજ)વાળાઅે લખાવ્યું હતું કે, તેમના પિતા યોગેશભાઇ ભાઇલાલ મહેતા (ઉ.વ.55) ભાનુશાલી નગરમાં અાવેલી ટેસ્ટ અોફ દક્ષીણ રેસ્ટોરેન્ટમાં કામ કરતા હતા ત્યારે અેક શખ્સ તેમની પાસે અાવ્યો હતો.

નગરપાલિકામાંથી અાવું છુ, ગટર લાઇનનું કામ સંભાળુ છુ, તમારા રેસ્ટોરેન્ટમાંથી બાજુના નાળામાં પાઇપ લાઇન નાખેલ છે તે સબંધે મને ફરિયાદ મળી છે. અા પાઇપલાઇન તાત્કાલીક હટાવી લેશો નહીંતર રેસ્ટોરેન્ટ બંધ કરાવી દઇશ. જો તેમ નહીં કરો તો તમને જોઇ લઇશ તેવુ કહેતા પોતાની અોળખ પરેશ ઠક્કર તરીકેની અાપી હતી. હતભાગીને માનસિક અાઘાત લાગતા બેભાન થઇ ગયા હતા જેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તો બીજી તરફ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, નગરસેવકો પ્રિમોનસુન કામગીરી હેઠળ નાળા સફાઇનું નીરિક્ષણ કરવા માટે ગયા હતા, તે વેળાઅે ભાનુશાલી નગર પાસે ગટરનું પાણી સીધુ નાળામાં ઠલવાતુ હોવાનું ધ્યાને અાવ્યું હતું, જેથી ડ્રેનેજ બ્રાન્ચના પરેશ ઠક્કરને સૂચના અપાઇ હતી કે રેસ્ટોરેન્ટને ગટર જોડાણ લઇ લેવા માૈખિક અને જરૂર પડે તો લેખિત નોટિસ અાપવામાં અાવે. જેથી પરેશ ઠક્કર માૈખિક સૂચના અાપવા માટે સોમવારે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...