કામ ગોકળ ગતિએ:ઉબડખાબડ બનેલા રવાપરથી માતાના મઢ રસ્તાનું રીપેરીંગ કામ એક વર્ષથી ચાલે છે ગોકળ ગતિએ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભાજપ આગેવાને રોડના કામન ઠેકો લીધો હોવાથી ગુણવતા તરફ અધિકારીઓ આંખ આડા કાનની નીતિ અપનાવતી હોવાનો ગણગણાટ

કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર દિવાળી વેકેશન અને ક્રિસમસ વેકેશન માં ઉમટ્યું હતું. આવનાર મોટાભાગે કોટેશ્વર અને માતાના મઢ જતા હોય છે. નખત્રાણા બાદનો રસ્તો ગત વરસાદમાં તૂટી પડ્યો છે. તેનું મરમ્મત તો ચાલે જ છે, પરંતુ આ રસ્તા પર આવતા કોઝવેનું કામ બાર મહિનાથી મંદ ગતિએ આગળ વધી રહ્યું છે. ગુણવતા બાબતે પણ સવાલ ઉઠ્યા છે.

લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા મંદિરે દર્શન કરવા આવે છે, ત્યારે તેમને રવાપરથી માતાના મઢ સુધી પહોંચવામાં જ ખખડી જાય છે. કુલ ત્રીસ કિમી કામમાં માત્ર દસ કિલોમીટર જ કામ બાકી રહ્યું છે, એવું જણાવતાં માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રાજુભાઈ પંચાલે જણાવ્યું કે, છ મહિના સુધીની અવધિ છે, ત્યાં સુધી કામ પૂર્ણ થઈ જશે. જો કે, કામ પૂરું થવા કરતાં હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે, તે ભ્રષ્ટાચાર તરફ અંગુલી નિર્દેશ કરે છે. ત્યાંથી પસાર થતા વાહનોએ કંટાળીને દયાપર પાનેલી થઈને જવા મજબૂર બને છે. જેમાં 40 કિલોમીટરનો ફેરો પડે છે.

બિસ્માર હાલતના રસ્તા કે જેની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચીને ટકાઉ કામ થાય તેવા પ્રયત્નો કરે છે, તો રાજકીય આગેવાન એવા ઠેકેદાર અને ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને રસ્તાને વધુ ખરાબ બનાવે છે. અમુક જગ્યાએ ત્રણથી ચાર કિલોમીટર તો એટલી હદ્દે ખરાબ છે કે, બે બે ફૂટના ખાડા પડી ગયા છે તેમજ મોટા મોટા પથ્થરો ખોદીને મૂકી દેવાયા છે.મરમ્મત ઉપરાંત ચાર પાપડી ને બોક્ષ કલવર્ટ બનાવવામાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. ઉચ્ચ સ્તરેથી તપાસ આવે તેમજ નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરાઇ હતી.

શ્રદ્ધાળુઓના આસ્થાના સ્થાને સફાઈનો અભાવ
જ્યાં વર્ષભર ગુજરાત અને રાજ્ય બહારથી લાખો શ્રદ્ધાળુઓ માતાના મઢ દર્શન કરવા આવે છે. આ જ સંકુલ પાસે જાહેર શૌચાલયની સફાઈ તરફ ધ્યાન ન અપાતું હોય તેવું ત્યાં દર્શનાર્થે આવનારે લાગણી વ્યક્ત કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી. પરિણામે માતાજીને માથું ટેકવવા આવતા ભાવિકોમાં નારાજગી જોવા મળી હતી.પ્રાગણમાં ગંદકી ઉપરાંત લાઈટના પણ ઠેકાણા નથી. રાત્રિના ભાગમાં ત્યાં જવું મુશ્કેલ બને છે. ટ્રસ્ટીઓ પણ અંગત રસ લઈને આ સુવિધા સુચારુ કરાવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...