તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામન્ય રીતે સનદી અધિકારીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અમલમાં લાવવા ફરજ બજાવતા હોય છે, પરંતુ કચ્છના ત્રણ સનદી અધિકારીઓએ તેનાથી ઉપર જઈ સ્થાનિક કક્ષાએ શું જરૂરિયાત છે તેને જાણી એક એવો પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહ્યા છે જે સંભવતઃ પ્રથમ વખત બની રહ્યું છે.
વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરીએ કચ્છના ત્રણ આઇ.એ.એસ. અધિકારી કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને મદદનીશ કલેકટર મનીષ ગુરવાની અચાનક મિડલ સ્કૂલ પાસેની જિલ્લા સરકારી પુસ્તકાલયની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી, વાંચન માટે સાનુકૂળ વાતાવરણનો અભાવ, ખસ્તા હાલત, સ્ટાફની ઘટ્ટ વગેરે પરિબળોને જોતા ભુજ અને આસપાસના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય તેને ઉપયોગી થાય તે ઉદ્દેશ સાથે રીડિંગ સેન્ટર નિર્માણ કરવાનું નક્કી કર્યું. તાત્કાલિક અસરથી તૈયારી આરંભી અને એક મહિનામાં તેની ડીઝાઈન પણ તૈયાર થઈ ગઈ, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છ મહિનામાં લોકોપયોગી થઈ જશે તેવું જુનિયર ટાઉન પ્લાનર રાજનમોરબિયાએ જણાવ્યું હતું.
આ માટે આરટીઓ સર્કલ પાસે ભાડાની જ પોતાની 4100 ચોરસ મીટર જેટલી જગ્યા પર સંકુલ ઊભું થશે. જેમાં 700 ચોરસ મીટર જેટલું બાંધકામ અને બાકીના ખુલ્લા પ્લોટમાં રીડિંગ સ્પેસ બનાવાશે. મહિલા પણ સુરક્ષિત વાતાવરણ મહેસૂસ કરે તે માટે સિક્યુરિટી ગાર્ડ રખાશે.
કાસિઆએ નિઃશુલ્ક ડીઝાઈન બનાવી
ઇજનેરનું સંગઠન કચ્છ આર્કિટેકટ એન્ડ સિવિલ એન્જિનિયર એસોસિયેશન દ્વારા આ સંકુલની ડીઝાઈન બનાવવા તૈયારી બતાવી હતી. સંગઠનના સભ્યો દ્વારા વિવિધ સગવડતાઓ સાથેની 3ડી પ્લાન બનાવી કલેકટર સમક્ષ મૂકી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.