રજુઆત:ભુજ પાલિકાની ગેરરીતિ તપાસવા પ્રાદેશિક કમિશ્નર ટીમ મોકલશે

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષી નગરસેવકોએ છેક રાજકોટ જઈ રજુઆત કર્યા બાદ ખાતરી
  • બ્રાન્ચ હેડ અને ઠેકેદાર સામે નાગોર પમ્પિંગ સ્ટેશને ભ્રષ્ટાચારના આક્ષેપો

ભુજ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોઅે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મુદ્દે છેક રાજકોટમાં પ્રાદેશિક કમિશ્નરને રૂબરૂ મળી રજુઅાત કરી હતી, જેમાં તપાસ ટીમ મોકલી સંબંધિત સામે કાર્યવાહીને ખાતરી અપાઈ હતી. અેવું સુધરાઈના વિપક્ષીનેતા કાસમ અેમ. સમાઅે જણાવ્યું હતું. વિપક્ષીનેતાઅે વધુમાં જણાવ્યું હતું કે, બેફામ શાસકો દ્વારા અનિયમિતતા વ્યાપક ભ્રષ્ટાચારને અંજામ અપાયો છે. જેની વિરૂદ્ધ કાર્યવાહી બાબતે મરિયમ હાસમ સમા, કોંગ્રેસી ધીરજ રૂપાણી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી હાસમ સમા સહિતના પ્રતિમંડળ સાથે રાજકોટ ઝોન અોફિસે પ્રાદેશક કમિશ્નર અાઈ.અે.અેસ. વરૂણ કુમાર પાસે રૂબરૂમાં રજુઅાત કરી હતી.

ભારાપર પાણી યોજનાના મરંમત કામે ખોટા ઠરાવો અને ભ્રષ્ટાચારની રજુઅાત બાદ જવાબદાર તત્કાલિન પદાધિકારીઅો સામે કડક કાર્યવાહીની માગણી મૂકી હતી. નાગોર પમ્પિંગ સ્ટેશન પર મોટર રિપેરિંગ અને મોટર ફીટિંગ કરવાના નામે બ્રાન્ચ હેડ અને અેજન્સી દ્વારા ભ્રષ્ટાચારના પુરાવા સાથે રજુઅાત કરી હતી. અેટલું જ નહીં તાત્કાલિક અસરથી બ્રાન્ચ હેડને બરતરફ કરવા અને અેજન્સીનીે બ્લેકલીસ્ટેડ કરવા માંગણી કરી હતી.

ભુજ શહેરમાં ખાનગી હોટલોમાં કોમર્સિયલ પ્રવૃતિઅોનો મુદ્દો પણ સમાવાયો હતો. નગરસેવકોના પ્રતિષ્ઠાનોમાં ટેક્સ વસુલાતની કાર્યવાહીની પણ માંગણી મૂકવામાં અાવી હતી. ડ્રેનેજ શાખાઅે તાંત્રિક મંજુરી વિના વર્ક અોર્ડર અપાવનારા બ્રાન્ચ હેડ અને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરાઈ હતી. પ્રાદેશિક કમિશ્નરે તમામ મુદ્દા શાંતિથી સાંભળ્યા હતા અને તાત્કાલિક અસરથી વિજીલન્સ મોકલી તપાસની ખાતરી અાપી હતી. તપાસ બાદ દોષી સામે કાર્યવાહીની પણ ખાતરી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...