તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેરોજગારી:રાપર નગરપાલિકામાં સફાઈ કામદારોની છ જગ્યા માટે 105 ઉમેદવાર ઉમટી પડ્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઈ કર્મી માટે અડધા ઉમેદવાર ગ્રેજ્યુએટ પાસ હતા

રાપર નગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે રાજકોટ ખાતેની પ્રાદેશિક નિયામકની કચેરીના વર્ગ એકના ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી, રાપરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પરબતભાઈ ચાવડા, પ્રમુખ અમરતબેન વાવીયા, માજી પ્રમુખ હઠુભા સોઢા, કારોબારી ચેરમેન કાનીબેન પિરાણાની ટીમ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં છ સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર 105 જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

ભરતી પ્રક્રિયા કરતી ટીમ દ્વારા ઈન્ટરવ્યુ બાદ જ નિમણૂક કરવામાં આવશે

આ ભરતી પ્રક્રિયા દરમિયાન નગરપાલિકા કચેરીમાં ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ગ્રેજ્યુએટ પણ આવ્યા હતા. જાણકારોના કહેવા મુજબ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે નગરપાલિકાના જવાબદાર હોદ્દેદારના સબંધી ચેમ્બરમાં બેસી પોતાના મળતીયા અને નજીકના સગા સંબંધીને ભરતી કરવા માટે તનતોડ મહેનત કરી હતી. પરંતુ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી અને ભરતી પ્રક્રિયા કરતી ટીમ દ્વારા ઈન્ટરવ્યુ બાદ જ નિમણૂક કરવામાં આવશે. તેમ કહી આ કહેવાતા નેતાને રોકડું કહી દીધું હતું.

આજે થયેલી ભરતી પ્રક્રિયા દરમિયાન નવધણભાઈ, મહેશ સુથાર, ચંદ્રસિંહ જાડેજા, રાજેન્દ્ર દવે સહિતના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી. રાપર નગરપાલિકામાં યોજાયેલી સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે 105 ઉમેદવારમાંથી કયા છ ઉમેદવારનું નશીબ કામ કરી જાય છે તે જોવુ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...