તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:‘સસ્તો દારૂ, મોંઘુ તેલ, ભાજપ તારો આ જ છે ખેલ’ સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા, શહેર કોંગ્રેસની કારોબારી બેઠક: સંયોજકોની કામગીરી બૂથ લેવલે જઇ જવા હાકલ
  • 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કરાયા દેખાવો

ભુજમાં બુધવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી, જેમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવવાની કામગીરી ઉપર ભાર મૂકાયો હતો. જેના ભાગરૂપે ભુજ શહેરના અમુક વિસ્તારોમાં ‘સસ્તો દારૂ, મોંઘુ તેલ, ભાજપ તારો આ છે ખેલ’ જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધારા સામે તાલુકા કક્ષાએ કાર્યક્રમો આપવા આદેશ કર્યો છે, જેથી મોરબીના પ્રદેશ આગેવાન જયંતી પટેલ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપર ભાવ વધારો પાછો ખેંચવા, કોરોનામાં મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આવવા, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની ઠરાવો કરાયા હતા. ત્યારબાદ જિલ્લા, તાલુકા, વોર્ડ સંયોજકોની કામગીરી બુથ લેવલે લઈ જવા ઉપર ભાર મૂકાયો હતો. જે માટે ભાજપ સામે ખુલ્લી છાતીએ લડી શકે એવા કાર્યકરને આગળ આવવા આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...