તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વરસાદ કેડો નથી મૂકતો, પાંચમા દિને 6 તાલુકા ભીંજાયા

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિરોણા - Divya Bhaskar
નિરોણા
  • નખત્રાણા, લખપત, ભચાઉ પંથકમાં અડધોથી એક ઇંચ, ભુજ, અબડાસા, રાપરમાં ઝાપટા પડ્યાં

શનિવારથી વરસી રહેલો વરસાદ કચ્છનો કેડો મૂકતો ન હોય તેમ સતત પાંચમા દિવસે 6 તાલુકામાં ભારે ઝાપટાથી ઝરમર રૂપે હાજરી પુરાવી હતી. પશ્ચિમે નખત્રાણા અને લખપતમાં અડધોથી એક ઇંચ જેટલું પાણી વરસ્યું હતું જ્યારે ભુજ, અબડાસ, રાપરમાં ઝાપટા પડ્યા હતા તો ભચાઉ તાલુકાના અમુક વિસ્તારમાં અડધોથી એક ઇંચ વરસાદ પડ્યો હતો.

નખત્રાણામાં સાંજે ચાર વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં ફરી વાર મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. ખેડૂતો હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

નખત્રાણામાં વરસાદ પછી મેઘ ધનુષ
નખત્રાણામાં વરસાદ પછી મેઘ ધનુષ

રવાપરમા બપોરે એક વાગ્યાના અરસા મા વીસેક મિનિટ ઝાપટુ પડતા શેરીઓમા પાણી વહી નીકળ્યા હતા. નાગવીરી, નવાવાસ, લિફરી, ઘડાણી, વિગોડી, આમારા, ખીરસરામા ભારે ઝાપટા પડ્યા હતા. નાના અંગિયામાં બપોરે ધીમી ધારે અંદાજિત અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ ઉઘાડ નીકળ્યો હતો એમ મયુર પટેલે જણાવ્યું હતું.

દયાપર
દયાપર

પાવરપટ્ટીના નિરોણા, હરીપુરા, અમરગઢ, ઓરીરા, વેડહારસહિતના ગામોમા બપોરે 1:30થી એક કલાકમાં 1 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. મગ, ગુવાર, તલ, એરંડા જેવા પાકોને નુકસાન થઇ રહ્યું હોવાનું જસાભાઈ ચાડે જણાવ્યું હતું.

રવાપર
રવાપર

લખપત તાલુકામાં સતત બીજા દિવસે અડધોથી એક ઇંચ પાણી પડ્યું હતું. દયાપર, વર્માનગર, સોનલનગર, બીટિયારી, માતાના મઢ સહિતના વિસ્તારમાં ભારે ઝાપટા પડ્યા હતા. અબડાસાના મુખ્ય મથક નલિયામાં સવારે 10.30થી એકાદ કલાક માટે ભારે ઝાપટા પડતાં ખેડૂતો નિરાશ થયા હતા. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર રૂપે હાજરી પુરાવી હતી. રાપરમાં બપોરે ઝાપટા રૂપે 4 મીલિ મીટર પાણી વરસ્યું હતું તો તાલુકાના પ્રાગપર સહિતના કેટલાક વિસ્તારમાં પણ ઝરમર પડ્યો હતો. ભચાઉ તાલુકાના ચોબારી, ખારોઇ, મનફરામાં ગાજવીજ સાથે પોણોથી એક ઇંચ વરસ્યો હતો.

ભુજમાં ભાદરવાના ભુસાકા !
ભુજની રાવલવાડી સહિતના કેટલાક વિસ્તારમાં બપોરે 3 વાગ્યાના અરસામાં નેવા વહી નીકળે તેવો વરસાદ થતાં માર્ગો પરથી પણ પાણી વહી નીકળ્યા હતા તો હોસ્પિટલ રોડ, આરટીઓ રિલોકેશન સાઇટ, લોટસ કોલોની સહિતના વિસ્તારમાં ઝરમરથી માત્ર માર્ગો ભીંજાયા હતા. આમ શહેરમાં ભાદરવાના ભૂસાકા થતાં આશ્ચર્ય ફેલાયું હતું. ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમમાં 7 મીલિ મીટર નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...