તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રેલવે સ્ટેશને કોરોનાનું સર્ટીફિકેટ બતાડવું પડશે અથવા ટેસ્ટ થશે

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રવાસનાં 72 કલાક પહેલાં RTPCR પ્રમાણપત્ર માન્ય રહેશે

કચ્છ તેમજ રાજયભરમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો થયો છે ત્યારે આ વૈશ્વિક મહામારીનાં સંરક્ષણનાં પગલે રેલ્વે પ્રવાસીઓને ગુજરાત- મહારાષ્ટ્ર રાજ્ય માં પ્રવેશ માટે RTPCR ટેસ્ટ કરાવી રેલવે મથકે સર્ટીફીકેટ બતાડવાનું રહેશે. અન્યથા રેલવે મથકે તેનું એન્ટીજન ટેસ્ટ નિશુલ્ક કરી અપાશે.

ભુજથી મુંબઇના પ્રવાસનાં 72 કલાક પહેલાં મુસાફરો RTPCR ટેસ્ટ કરાવી સર્ટીફીકેટ લેવાનું રહેશે જેની માન્યતા રહેશે. મુસાફર પાસે કોઈ કારણસર સર્ટીફીકેટ ન હોય તો તેને રેલ્વે સ્ટેશને થર્મલ સ્ક્રીનીંગ/ એન્ટીજેન્ટ ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવે છે. આ અંગે કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું કે, મુંબઇથી કચ્છ ગયેલા એક પ્રવાસી પાસે RTPCR સર્ટીફીકેટ હોવા છતાંય તેમનો એન્ટીજેન્ટ ટેસ્ટ કરવામાં આવેલ, જેની ફરીયાદ સંસ્થાને મળતાં તેમણે ARMઆદેશ પઠાણીયા નું ધ્યાન દોર્યુ હતુ.

કલેકટર કચેરીમાં પણ આસીસ્ટન્ટ કલેકટર મનીષ ગુરનાનીને ફરીયાદ કરતા તેમણે કહ્યુ કે, આરોગ્ય ખાતાંનું કાર્ય ચૌકસાઇ ભર્યું હોય છે, કદાચ કોરોના ની શંકા જતાં એન્ટીજેન્ટ ટેસ્ટ કરવામાં આવ્યું હશે. જેમાં પ્રવાસ દરમિયાન કોરોના રિપોર્ટ અંગે કોઈ હેરાનગતિ નથી થતી.તો વધુમાં નિલેશભાઇએ કહ્યું કે, ભારતીય રેલ્વેમાં 1 AC, 2 AC, 3 ACમાં કોરોના મહામારી નાં પગલે બેડીંગ એટલે કે તકીયો, ચાદર, ધાબડા આપવામાં આવશે નહીં. કોરોનાનું સંક્રમણ વધતા રેલવે મારફતે પ્રવાસ કરતા લોકોએ પણ હવે અગાઉથી કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો