મુસાફરોને હાલાકી:રેલવે સ્ટેશને એક સ્વંય સંચાલિત સીડીના ઠેકાણા નથી ત્યાં બીજાનું કામ શરૂ દેવાયું

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટ ફોર્મ નંબર 2ના પ્રવાસીઅોને ઉતરવા માટેની સુવિધા કયારેક જ ચાલુ હોય

ભુજના રેલવે સ્ટેશન પર બહારથી જ સીધા બીજા નંબરના પ્લેટ ફોર્મ પર જવા માટે કોઇ સુવિધા નથી પણ પ્લેટ ફોર્મ નંબર 2થી સીધા બહાર જવા માટે તંત્ર દ્વારા અેસકેલેટર મુકવામાં અાવ્યું છે, પણ તે કયારેક જ ચાલુ હોય છે, તો ટ્રેન અાવે ત્યારે ચાલુ કરવામાં અાવતો હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે. ત્યારે હવે પ્લેટ ફોર્મ નંબર 1થી બીજા પર જવા માટે અેસકેલેટર મુકવામાં અાવશે જેનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન ભુજના રેલવે મથકે પ્રવાસીઅોની અાવ-જા અોછી હતી, પણ છેલ્લા અેક માસથી તહેવાર અને રણોત્સવને કારણે પ્રવાસીઅોમાં નોંધપાત્ર વધારો દેખાયો છે અને મોટાભાગની ટ્રેનો હાઉસફુલ છે.

પ્લેટ ફોર્મ નંબર 2 પર ટ્રેન અાવે તો સીધા બહાર જવા માટે અેસકેલેટર મુકવામાં અાવ્યું છે પણ તે કયારેક જ ચાલુ હોય છે હવે પ્લેટ ફોર્મ નંબર 1થી 2 પર જવા માટે પગથીયાની બાજુમાં જ નવું અેસકેલેટર મુકવામાં અાવ્યું છે જેનું 90 ટકા કામ પણ પૂર્ણ થઇ ગયું છે. અામ તો, ટ્રેનના અેક કલાક પહેલા પ્લેટ ફોર્મ નંબર 2 પર જવા માટે અને પ્લેટ ફોર્મ નંબર 2થી સીધા બહાર નિકળવા માટે અેસકેલેટર શરૂ કરવા જોઇઅે પણ નિયમિત ચાલુ કરાતા ન હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું.

મોટી ઉમરના મુસાફરને અેક સ્ટોપ લેવો પડે
પ્લેટ ફોર્મ નંબર 2 પર જવા માટે કે ત્યાંથી ગેટ પર અાવવા માટે પગથીયા ઉતરવા પડે છે, ત્યારે પગથીયાની સાઇઝ અને ઉચાઇને ધ્યાને જોતા યુવાન મુસાફરોને તકલીફ પડતી નથી પણ મોટી ઉમરના પ્રવાસીઅોને અેક સ્ટોપ લેવો પડે છે. બે-ચાર મિનિટ થાક ખાઇ લીધા બાદ પછીના પગથીયા ઉતરવા-ચઢવા પડતા હોય છે.

ઉતરવા માટેના અેસ્કેલેટરનો ઉપયોગ ચઢવા માટે
અમુક ટ્રેનો પ્લેટ ફોર્મ નંબર 2 પરથી ઉપડતી હોય છે તેમજ સ્ટોપ કરે છે. પ્રવાસીઅો ભુજ અેરપોર્ટની અંદર અાવવાને બદલે પ્લેટ ફોર્મ નંબર 2 પરથી ઉતરવા માટે બહાર લાગાવયેલું અેસકેલેટરનો અંદર જવા માટે ઉપયોગ કરતા હોય છે. અેસકેલેટર બંધ હોય તો પગથીયાની જેમ ચઢીને પ્રવાસીઅો સીધા પ્લેટ ફોર્મ નંબર બે પર અાવતા હોવાનુ તસવીરમાં દુેખાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...