તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બન્ની વિસ્તારમાં પાણીની તંગી:ગેરકાયદે કનેક્શનનો રાફડો ફાટ્યો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ અગાઉ હાજીપીરથી ભીટારા પાઇપલાઇન નખાઇ પરંતુ પાણી ન અાવ્યું

બન્ની વિસ્તારમાં ગેરકાયદે કનેક્શનના કારણે લોકોને પૂરતું પાણી મળતું નથી અને 3 વર્ષ અગાઉ નખાયેલી પાઇપલાઇનથી અત્યાર સુધી ભીટારાને અેકપણ ટીપું પાણી મળ્યું નથી. બન્ની પંથકના હાજીપીર, બુરકલ, લુણા નાના, લુણા મોટા, ભીટારા નાના-મોટા, ઘારવાંઢ વગેરે ગામોને નરા પાણી પુરવઠા યોજનાથી પાણી અપાય છે પરંતુ તે વચ્ચે નરાથી હાજીપીર સુધી ગેરકાયદે કનેક્શનના કારણે બન્નીના અા ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. હાજીપીરથી ભીટારા માટે ત્રણ વર્ષ અગાઉ પાઇપલાઇન નાખવામાં અાવી હતી પરંતુ અાજદિન સુધી ભીટારા ગામને અેકપણ ટીપું પાણી મળ્યું નથી.

ચોમાસામાં માલધારીઅો સ્થળાંતર કરી જતાં બાજુમાં 5 કિ.મી. દુર ઘારવાંઢને ટેન્કર દ્વારા પાણી પૂરું પડાય છે, જે પૂરતું નથી, જેથી પાણીના ગેરકાયદે કનેક્શન દુર કરી અા પંથકને પૂરતા પ્રમાણમાં પાણી અાપવા ભુજ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલા બુઢા જતે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાને લેખિત રજૂઅાત કરી છે.

નાના લુણામાં પાણીનો ટાંકો જર્જરીત
નરા પાણી પુરવઠા યોજના હેઠળના નાના લુણામાં પાણીનો ટાંકો, નાનું મકાન, મોટર રૂમ જર્જરીત હાલતમાં હોઇ ગમે ત્યારે ધરાશયી થશે. અા ત્રણેય કામો તાત્કાલિક મંજૂર કરવા નાયબ કાર્યપાલક ઇજનેર-નખત્રાણાને લેખિત રજૂઅાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...