પ્રમુખની વરણી:કચ્છના સોના અને ચાંદીના વેપારીઓના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા અપાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપર ખાતેની બેઠકમાં કચ્છ બુલિયન ફેડ.ના પ્રમુખની વરણી કરાઈ

રાપરમાં બુલિયન મરચંટ એસોસિયેશનના યજમાન પદે કચ્છ બુલિયન ફેડેરેશનની જનરલ બેઠકમાં કચ્છના સોના-ચાંદીના વેપારીઓના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા આપવામાં આવશે, તેવો કોલ અપાવાયો હતો. શંકરભાઈ સોની, રશ્મીકાંતભાઈ ઝીઝુવાડીયા અને અશોકભાઈ સોનીએ સૌને આવકાર આપ્યો હતો. ગત મીટિંગની મીનીટ્સનું વાંચન ફોરમભાઈ પોમલે કર્યું હતું. કારોબારી સમિતિએ સુચવેલા બંધારણ સુધારણાના મુદાઓ લાંબી ચર્ચાના અંતે પસાર કરાયા હતા. સાથે એમણે સંસ્થાનો ત્રણ વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.

જગદીશ ઝવેરી
જગદીશ ઝવેરી

વાર્ષિક હિસાબો દિલીપભાઈ બગ્ગાએ રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે પસાર કરાયા હતા અને વિદાય લેતા પ્રમુખ મનસુખભાઈ કોડરાણીનું કચ્છના દરેક બુલિયન મરચંટ એસોસિયેશને સન્માન કર્યું હતું. બેઠકનો મુખ્ય એજન્ડા નવા સત્ર માટે પ્રમુખ નક્કી કરવાનો હોઈ ભુજ બુલિયન એસોસિયેશનના પ્રમુખ ભદ્રેશભાઈ દોશીએ ભુજના જગદીશભાઈ પુરૂષોત્તમભાઈ ઝવેરીના નામની દરખાસ્ત મુકી હતી.

જેને માંડવી બુલિયન એસોસીએશનના ભરતભાઈ કપ્ટા સહિત જિલ્લાના દરેક એસોસિયેશને પણ ટેકો આપતાં તેઓની કચ્છ બુલિયન ફેડેરેશનના પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. નવનિયુક્ત પ્રમુખ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, આ જ સંસ્થાના તેઓ ફાઉન્ડર સભ્ય હતા. ઉપસ્થિત દરેક તાલુકા સેન્ટરના પ્રતિનિધીઓએ નવનિયુક્ત પ્રમુખનું સન્માન કર્યું હતું.

સંસ્થાના સ્થાપક પ્રમુખ હરીભાઇ સોની, દરેક તાલુકા સેન્ટરના પ્રમુખ અને કારોબારી સભ્યો જોડાયા હતા. જેમાં સંસ્થાના સહખજાનચી રાજેશભાઈ પાટડીયા, ભચાઉ બુલીયનના પ્રમુખ વિપુલભાઈ સોની, અંજાર પ્રમુખ કમલભાઈ સોની, ગાંધીધામ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પારેખ, મુન્દ્રા પ્રમુખ રાજુભાઈ પાટડીયા અને રાપર પ્રમુખ અશોકભાઈ સોની અને મહામંત્રી ઈશ્વરભાઈ સોની સહિત બહોળી સંખ્યામાં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ સોની અને આભારવિધિ ગીરીશભાઈ સોનીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...