તંત્ર:સુધરાઈની ખાસ સામાન્ય સભા વિના વિરોધે સત્તર મિનિટમાં સમેટાઈ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ મહત્વના કામોને બહાલી આપવા માટે ટુંકા સમયમાં જ કર્યું આયોજન
  • ખારી નદી ખાતે કૉવિડ 19 માં મૃત્યુ પામનારને અગ્નિદાહ અર્થે અલાયદું સ્મશાનગૃહ બનશે
  • 407 લાખ રૂપિયા હમીરસર બ્યુટી ફિકેશન માટે વપરાશે.
  • ખેંગાર પાર્ક અને રાજેન્દ્ર બાગ બનશે વધુ સુંદર બગીચા
  • ભુજના હિતના બધા કામ હતા માટે કરવા ખાતર વિરોધ કરવો વ્યાજબી ન લાગ્યો : વિપક્ષી નેતા

આગામી મહિનામાં ભુજ સુધરાઈની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે, તેવામાં મહત્વના કામોને બહાલી આપવા મંગળવારે સવારે ટાઉનહોલ ખાતે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. જે માત્ર સત્તર મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી. વિરોધ પક્ષના નગર સેવકોએ લોકહિતના કામો હોવાથી વિરોધ કરવાનું ટાળ્યું હતું.

8 વર્ષની બચતના 8 કરોડમાંથી થશે 145 રસ્તાઓનું કામ
અગિયારને ચાલીસે શરૂ થયેલી ખાસ સામાન્ય સભા .... કરોડના કામોને બહાલી આપી 11ને સત્તાવને પૂરી થઈ હતી. જેમાં ખાસ કરીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલી રકમ ઉપરાંત લોકફાળો સાથે થઈને નક્કી કરાયેલા કામોને મંજૂરી, વરસાદને કારણે રસ્તા ખરાબ થઈ ગયા છે તે સુધારણાના કામ, કોવીડ 19 માં જેમના મૃત્યુ થાય છે અંતિમ ક્રિયા માટે ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાંટમાંથી ખારી નદી પાસે નવું ગેસ આધારિત સ્મશાન ગૃહ બનાવવું, 2009 થી 2017 ની બચત ગ્રાન્ટના આઠ કરોડમાંથી કુલ 145 જેટલા રસ્તાના કામો. જેમાં પેવર બ્લોક, સીસી, ડામર રોડ વગેરે કામ થશે. ચાર કરોડ સીતેર લાખ રસ્તા નવીનીકરણ માટે વપરાશે. અમૃત યોજના હેઠળ 25 કરોડનું કામ ચાલુ છે, જે અંતર્ગત પાણીના પાઇપ બેસાડવાનું કામ ચાલુ છે તેમજ વધુ બે ત્રણ ટાંકા બનશે જેથી આવતે વર્ષે ઉનાળામાં પાણી સમસ્યા નહિ સર્જાય. જનરલ મિટિંગની શરૂઆતમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાળ્યું હતું. કારોબારી ચેરમેન ભરત રાણાએ મંજૂરી માટે કામોની યાદી કહી હતી જેને સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી સહિતના પક્ષ-વિપક્ષના નગર સેવકોએ બહાલી આપી હતી.

ભુજના આ રસ્તાઓ સુધરશે...
-સરદાર પટેલના પૂતળાથી નુરાની હોટલ પાસે દેશલસર તળાવ.
-પ્રમુખ સ્વામી મેઈન રોડ લેવા પટેલ હોસ્પિટલથી કતિરા કોમ્પલેક્ષ 1 સુધી.
-છઠ્ઠીબારી રિંગ રોડથી અનમ રીંગ રોડ
-મહાદેવ ગેટથી લેકવ્યુ હોટલ વાયા કચ્છ મ્યુઝિયમ.
-જલદીપ હોટલથી સરદાર પટેલના પૂતળા સુધી.
-જ્યુબિલી સર્કલ થી પી.જી.વી.સી.એલ. ઓફિસ.
-જ્યુબિલી સર્કલ થી કચ્છમિત્ર સર્કલ.
-માંડવી ઓકટ્રોયથી મંગલમ સર્કલ.
-મંગલમ સર્કલથી લેકવ્યુ હોટલ
-ઘાસ વાળી વંડી થી ગ્રીન રોક હોટલ સુધી
-પી.જી.વી.સી.એલ. ઓફીસથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર.
-કચ્છમિત્ર સર્કલથી વોડાફોન સ્ટોર

અન્ય સમાચારો પણ છે...