જળ સમસ્યા:હેલ્પલાઇન તો શરૂ કરી પણ સમસ્યાનો હલ થશે ખરો ?

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીવાના પાણીની ફરિયાદ 1916 ઉપર નોંધાવી શકાશે
  • 1916 વ્યસ્ત બતાવે તો 18002333944 પર કોલ કરો

ગુજરાત રાજયના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1916 કાર્યરત કરાયા છે અને જો તે નંબર વ્યસ્ત બતાવે તો 18002333944 પર ફરિયાદ નોંધાવી શકાશે પરંતુ કચ્છની મોટી સમસ્યા પીવાના પાણીની છે ત્યારે આ હેલ્પલાઇન પર કચ્છવાસીઓના પાણી પ્રશ્નનો તાત્કાલિક નીવેડો આવશે ? તે એક પ્રશ્ન છે. સરકાર દ્વારા આ ટોલ ફ્રી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરિયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. કચ્છના કોઇપણ ગામમાં પીવાના પાણીને લગતી ફરિયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યકિતગત કે, જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે.  ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે, લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા તો કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ ઉભી કરાઇ છે, જેમાં કોઇપણ વ્યકિત ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકે છે. જો કે બે હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ પર ફરિયાદ થયા બાદ કચ્છની પીવાના પાણીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે હલ થશે ? તે એક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...