દેશના 15 વડાપ્રધાનોની માહિતી સાથે તૈયાર કરાયેલા વડાપ્રધાન મ્યુઝિયમનું ગુરુવારે PM નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. મહત્ત્વપૂર્ણ બાબત છે કે આ પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં 50માંથી 22 સોફ્ટવેર ભુજના યુવાને બનાવી દિલ્હીમાં કચ્છનો ડંકો વગાડી દીધો છે. આશરે રૂ. 271 કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોનાં જીવનદર્શનનો વિગતવાર સંગ્રહ કરવામાં આવ્યો છે. એને કેન્દ્ર સરકારે 2018માં મંજૂરી આપી હતી.
ચાર વર્ષમાં એ તૈયાર થઈ ગયું છે. મહત્ત્વપૂર્ણ બાબત છે કે ભુજના જિગર મહેશભાઈ પટ્ટણી દ્વારા તૈયાર થયેલું છે. પ્રધાનમંત્રી સાથેના ડિજિટલ સેલ્ફી ઝોનમાં મનગમતાં પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવી મેલ પર મેળવવા હોય કે ગ્રીન રૂમમાં કોઈપણ પ્રધાનમંત્રી સાથે ચાલતા હોવ એવો વીડિયો હોય, આ બધાં સોફ્ટવેર ભુજના જિગરે બનાવ્યા છે.
ઓગ્મેન્ટ રિયાલિટી અને ઇન્ટરેક્ટિવ ટેક્નોલોજીના સહારે 1947થી અત્યારસુધીના પ્રધાનમંત્રીઓ સાથે વિવિધ ઈન્ટરેક્શન અને ઓટોમેશન એ ભુજના યુવાનની દોઢ વર્ષની મહેનતનું પરિણામ છે. બીજી તરફ કિડ્સ આર્ટમાં પગમાં રોકેટ, ચંદ્ર જેવાં ચિત્રોમાં મનગમતાં ચિત્રો પૂરી એક સરસ એનિમેશનમાં પોતા સાથે જોઈ શકે છે તો આ અત્યાધુનિક મનોરંજન સહિત 50માંથી કુલ 22 સોફ્ટવેર જિગર પટ્ટણીએ બનાવ્યા છે.
આખા મ્યુઝિયમનો 3D વ્યુ વડે મેપ હોય કે પછી ટાઈમશીનમાં ભૂતકાળની યાદો,હેલિકૉપ્ટર વ્યૂથી લઈને પરમાણુ પરીક્ષણના વાઇબ્રેશન સુધી ટેક્નોલોજીની મદદથી જિગરે સોફ્ટવેર તૈયાર કરેલાં છે. આ સમગ્ર કામ યુ.કે બેઝડ કંપનીએ જિગર પટ્ટણી પાસે આઉટસોર્સથી કરાવ્યું હતું અને દિલ્હીના સંગ્રહાલયમાં જિગરને ક્રેડિટ પણ અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.