તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:ભુજમાં સખી વન સ્ટોપ સેન્ટરની જમીન પરનું દબાણ દુર કરાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજી સર્વિસ સ્ટેશનના નામે કરાઇ હતી ગેરકાયદે પેશકદમી

જિલ્લા મથક ભુજમાં દબાણકારો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે શુક્રવારે શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે સખી વન સ્ટોપ સેન્ટરની જમીન પર શ્રીજી સર્વિસ સ્ટેશન ગેરેજના નામે કરાયેલું દબાણ દુર કરાયું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે 500 ચો.મી. જમીન ખાલી કરાવાઇ
ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવેલી જમીનની મહિલા અને બાળ વિકાસ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર બનાવવા માટે માગણી કરાઇ હતી. જો કે, આ જમીન પર બાંધકામ કરી છેલ્લા લાંબા સમયથી દબાણ કરી શ્રીજી સર્વિસ સેન્ટરના નામે ગેરેજ ચલાવવામાં આવતું હતું. અંતે તા.7/8ના તંત્ર દ્વારા બાંધકામ તોડી પાડી, દબાણ દુર કરવા માટે હથોડો ઝીંકવામાં આવ્યો હતો. ભુજના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, અંદાજે 500 ચો.મી. જમીન પરનું દબાણ દુર કરાયું છે અને હજુ કયાંય પણ સરકારી જમીન પર દબાણ જણાશે તો તે દુર કરાશે. કામગીરીમાં મામલતદાર સુમરા, સર્કલ ઓફિસર વાઘેલા, પી.આઇ. વસાવા, નગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...