તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છના કર્મચારીઓએ અજવાળા પાથર્યા:વાવાઝોડાવાળા પ્રદેશમાં ગયેલી વીજ ટીમો હજુ બે માસ પછી પરત ફરશે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 650 જેટલા ટેક્નિકલ કર્મચારીઓ સમારકામમાં જોતરાયા છે

ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાથી વીજ માળખાને ભારે નુક્સાન થતાં ભુજ તેમજ અંજાર વર્તુળ કચેરીના 650 જેટલા વીજ કર્મચારીઓને સમાર કામ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાયા છે પણ ભારે જફા પહોંચી હોવાથી આ ટેક્નિકલ ટીમોને પરત કચ્છ ફરતાં દોઢથી બે માસનો સમય લાગી જશે.

અમરેલી, ગીર સોમનાથ, સાવરકુંડલા, ભાવનગરથી ઉના સહિતના વિસ્તારોમાં વાવાઝોડાએ ખાના ખરાબી સર્જતાં થાંભલા, ટ્રાન્સફોર્મર્સ, વાયર સહિતના વીજ માળખાને ભારે નુક્સાન થયું છે તેમ કહેતાં કચ્છના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અમૃત ગુરવાએ ઉમેર્યું હતું કે, ખેતીવાડીના વીજ જોડાણોમાં વધારે જફા પહોંચી છે જેની મરંમત માટે ભુજ અને અંજાર વર્તુળ કચેરી તળે આવતા લાઇનમેન, ઇજનેર તેમજ ઠેકેદારના કામદારો મળીને 650 જેટલા કર્મચારી છેલ્લા બે સપ્તાહથી સમારકામમાં જોતરાઇ ગયા છે.

ખાસ કરીને ગામથી દૂર આવેલા ખેતીવાડી વિસ્તારોમાં પહોંચવું અને તેમા પણ ક્યારેક વરસાદનું વિધ્ન નડતું હોવાથી સમારકામમાં મુશ્કેલીઓ પેદા થાય છે. આ સંજોગોમાં કચ્છથી ગયેલી ટુકડીઓને પરત ફરતાં હજુ પણ દોઢથી બે માસ લાગી જશે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી. બીજી બાજુ હવે ચોમાસું બહુ દૂર નથી ત્યારે ટીમો બહાર હોતાં કચ્છના કર્મચારીઓ પર ભારણ વધે તો નવાઇ નહીં તેમ સૂત્રો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...