તંત્ર નિદ્રાંધિન:પાવરપટ્ટીના ગામોમાં ચોમાસા પૂર્વેની કામગીરી ન થતાં વીજ સમસ્યા વધી

નિરોણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પોલની આસપાસ ઉગેલી ઝાડીઓ કાપવાની તસ્દી પણ તંત્રએ ન લીધી

વિશાળ વિસ્તાર ધરાવતી પાવરપટ્ટીના ગામોમાં પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી માત્ર કાગળ પર કરાતાં વીજ પોલની આસપાસ ઝાડીઓ ઉગી નીકળી છે. ક્યાંક તો થાંભલામાંથી છેક વાયર સુધી વેલ જેવી વનસ્પતિ જોવા મળે છે. ઝાડીઓના કારણે અનેકવાર સર્જાતા વીજ વિક્ષેપથી લોકો ત્રસ્ત બન્યા છે.પંથકના આગેવાનોએ આ બાબતે વીજ કંપનીને અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતાં દિવ્ય ભાસ્કરની ટીમે નિરોણા-નખત્રાણા માર્ગે નિરીક્ષણ કર્યું તો એક વીજ પોલમાં ઉપર સુધી જંગલી વનસ્પતિની વેલ વીંટળાયેલી જોવા મળી હતી.

જો ધોરી માર્ગે આ હાલત હોય તો અંતરિયાળ ગામોમાં શું સ્થિતિ હશે તે પીજીવીસીએલને સારી પેઠે ખબર હશે. આ રસ્તા પર વીજ વિભાગની ટીમ અનેકવાર પસાર થાય છે તો કોઇને આ કેમ દેખાતું નથી તેવો સવાલ જાગૃત લોકો કરી રહ્યા છે. પાવરપટ્ટીના ગામોમાં માત્ર કાગળ પર કામ બતાવાયા છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. ખુદ સત્તાપક્ષના પ્રતિનિધિઓ પણ તંત્રની કામગીરીથી નારાજ છે. સરકારનું ખરાબ લાગે તે માટે આવું કરાઇ રહ્યું છે તેવો આક્ષેપ પાલનપુરના માજી સરપંચ ડાયાલાલ પાંચાણીએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...