તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમોચન:ટપાલ વિભાગે કચ્છી મડવર્ક, પ્રવાસનને લગતા કવર બહાર પાડ્યા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વ.મણીભાઈ સંઘવીની જન્મ શતાબ્દીએ કાર્યક્રમ યોજાયો
 • ભુજ હેડ ઓફિસ ખાતે મહેમાનોના હસ્તે કરાયું વિમોચન

સ્વ. મણીભાઇ સંઘવીની જન્મ શતાબ્દીએ ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં યોજાયેલા કાર્યક્રમમાં ટપાલ વિભાગ દ્વારા બહાર પડાયેલા કચ્છી મડવર્ક અને પ્રવાસન સ્થળોને લગતા કવરનું વિમોચન કરાયું હતું.કચ્છના ટપાલ વિભાગે કચ્છની પોસ્ટ ઓફિસમાં કાયમી પિકટોરિયલ કેન્સેલેશન શરૂ કર્યું છે. હડપ્પન સંસ્કૃતિ-ધોળાવીરા, લખપત કિલ્લો અને કચ્છી મડ વકૅની કાયમી રદ્દીકરણની છાપ અને તેના વિશેષ કવરના વિમોચનનો કાર્યક્રમ તા.2, મંગળવારના સ્વ.મણીભાઈ સંઘવીની જન્મ શતાબ્દી નિમિત્તે ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે યોજાયો હતો. મહેમાનોના હસ્તે કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

પી.એમ.જી. રાકેશકુમારે હડપ્પીયનનગરી ધોળાવીરામાં પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાના વખાણ કરી ધોળાવીરા, લખપતના કિલ્લા સહિતના સ્થળોને પ્રવાસન ક્ષેત્રે વેગ મળે તે માટે પ્રથમ વખત એકસાથે 3 કવર બહાર પડાયા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં કચ્છ ટપાલ વિભાગના અધિક્ષક મહેશ પી. પરમાર, દિનેશ સંઘવી, ગ્રામ સ્વરાજ સંઘના મોવડીઓ, ટપાલ વિભાગના અધિકારીઓ, સ્ટાફગણ વગેરે હાજર રહ્યા હતા.આ કવર જે તે પોસ્ટ ઓફિસમાંથી કાયમી ધોરણે મળી શકશે. આ કેન્સેલેશનથી દેશ-વિદેશના ફિલાટેલીસ્ટો અને ટિકિટ સંગ્રાહકોના સંગ્રહમાં કાયમી યાદગીરી જળવાઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો