તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:અંતરજાળમાં પોલીસકર્મીના પુત્રએ ગળે ફાંસો ખાઇ લીધો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાવડામાં 15 વર્ષીય તરૂણી ડૂબી જતાં મોત નિપજ્યું

અંતરજાળમાં રહેતા પોલીસ કર્મીના યુવાન પુત્રએ ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભર્યાની ઘટના નોંધાઇ છે. તો ખાવડાના કકર વિસતારમાં 15 વર્ષીય તરૂણીનું પગ લપસી જતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંતરજાળના રવેચીનગરમાં રહેતા 30 વર્ષીય સંજય વાલાભાઇ આહીરે દુપટ્ટો પંખામાં બાંધી ગત સાંજે ગળે ફાંસો ખાઇ લીધો હતો. જેમને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ તબીબે પોલીસને જાણ કરતાં અકસ્માત મોત નોંધી પીએસઆઇ એચ. એસ. તિવારીએ તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા પોલીસદળમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. મૃતક યુવાન માનસિક અસ્વસ્થ રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ભુજ તાલુકાના ખાવડાના કકર વિસ્તારમાં અાવેલા અલબરાઇ તળાવમાં કપડા ધોવા ગયેલી 15 વર્ષીય તરૂણીનું પગ લપસી જતા ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી, પાણીમાં ઘરકાવ થઇ જવાને કારણે મોતને ભેટી હતી. ખાવડા પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ખાવડાના કકર વિસ્તારમાં આવેલા અલબરાઇ તળાવમાં 15 વર્ષીય હમીદાબાઇ આમદ મોબીન સુમરા નામની તરૂણી બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કપડા ધોવા માટે ગઇ હતી, જયાં અકસ્માતે પગ લપસી જતા તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બનાવને પગલે ખાવડા પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...