તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સમાઘોઘાના બે યુવાનની કસ્ટડીમાં હત્યા કરનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલને ATSએ પકડયો

ભુજ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુન્દ્રાના ચકચારી કસ્ટોડિયલ ડેથમાં હજુ પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર
 • વતન થરાદથી ઝડપાયો : મુન્દ્રા પીઆઇ અને જીઆરડી જવાન થઇ ચૂક્યા છે જેલ હવાલે

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે કસ્ટોડિયલ ડેથમાં બે-બે યુવાનોના મોત નિપજયાના ચકચારી પ્રકરણમાં ફરાર પોલીસ કર્મચારી પોતાના વતન બનાસકાંઠાથી પકડાયો છે. એટીએસની ટીમે બાતમી મેળવી થરાદથી ઝડપી ભુજ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. સમાઘોઘામાં રહેતા ત્રણ ગઢવી યુવાનોને પોલીસે ઉઠાવ્યા હતા, તેમને ઢોર માર મારવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું હતું બાદમાં બીજા યુવાને પણ દમ તોડયો હતો. શરૂઆતમાં તત્કાલીન પીઆઇ અને એક જીઆરડી જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો.

તો હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહીલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ, કપીલ દેસાઇ, ગફુરજી ઠાકોર અને માજી સરપંચ જયવીરસિંહ જાડેજા સામે પણ પાછળથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રથમ બે આરોપી પકડાયા બાદ 6 આરોપી નાસી છુટયા હતા. નાસતા આરોપીઓને પકડવા માટે પોલીસ મહાનિર્દેષક એટીએસ અમદાવાદની ટીમ સર્વેલન્સ મારફતે કામગીરી કરી હતી.

બાતમી આધારે નાસતા ફરતો આરોપી કોન્સ્ટેબલ ગફુરશી પીરાજી ઠાકોર (ઉ.વ.26, રહે. ઉટવેલીયા, તા. થરાદ, બનાસકાંઠા)વાળો પોતાના વતનમાંથી મળી આવતા તેને હસ્તગત કરાયો હતો. એટીએસની ટીમે તેના વતનમાંથી તેની અટકાયત કરી તપાસનીસ જે. એન. પંચાલને સોંપવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી. નોંધનીય છે કે, આરોપીઓને સહારો આપવામાં એલસીબીએ નટવરસિંહ ગણપતસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી. તો હત્યામાં સંડોવાયેલા માજી સરપંચ સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર છે જેને શોધવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ તેમજ એટીએસની ટીમે ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો