તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:જિલ્લામાં ઓગસ્ટ અંત સુધી ખરીફ પાકનું વાવેતર 3 વર્ષની સરેરાશે પણ ન પહોંચ્યું

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડલાયક 7.53 લાખ હેકટરમાંથી કુલ 504326 હેકટરમાં પાક વવાયો

કચ્છમાં ચોમાસા દરમિયાન થતું ખરીફ પાકનું વાવેતર છેલ્લે 14મી અોગસ્ટે 8 દિવસમાં જ 82542 હેકટરમાં વધીને કુલ 499619 હેકટરે પહોંચી ગયું હતું. પરંતુ, 12 દિવસ પછી 26મી અોગસ્ટે વધુ માત્ર 4707 હેકટરમાં વાવણી થઈ છે, જેથી હજુ સુધી કુલ વાવેતર 504326 હેકટરે પહોંચ્યું છે. જે છેલ્લા 3 વર્ષના સરેરાશ 524370 હેકટર કરતા હજુ પણ 20044 હેકટર અોછું ખેડાણ છે.

જોકે, હજુ અંતિમ રિપોર્ટ અાવ્યો નથી, જેથી હજુ પણ વાવેતર વધે અેવી શક્યતા છે. પરંતુ, વરસાદે નિરાશ કરતા જિલ્લામાં કુલ વાવેતર છેલ્લા 3 વર્ષની સરેરાશે પણ પહોંચ્યું નથી અે અેક હકીકત છે. કચ્છ જિલ્લામાં ખેડલાયક કુલ 753907 હેકટર જમીન છે, જેમાં હજુ સુધી સાૈથી વધુ દિવેલા 108213, ઘાસચારો 105686 હેકટર પછી ક્રમશ: જોઈઅે તો ગુવાર 60656, મગ 55202, કપાસ 54636, તલ 41171, મગફળી 38948 હેકટરમાં વવાયા છે.

તાલુકામાં હેકટર મુજબ સ્થિતિ
તાલુકોખેડલાયક જમીન3 વર્ષની સરેરાશહાલનું વાવેતર
લખપત32622168009802
અબડાસા982296357359344
નખત્રાણા700174569443460
ભુજ931585665766263
માંડવી779635141742891
મુન્દ્રા492702360115411
અંજાર714204844837025
ગાંધીધામ514131491965
ભચાઉ115958107478100765
રાપર140129107559127400
કુલ753907524370504326
પાક મુજબ વાવેતર
પાકહેકટર
ઘાસચારો105686
દિવેલા108213
ગુવાર60656
મગ55202
કપાસ54636
તલ41171
મગફળી38948
બાજરી20920
શાકભાજી7855
મઠ6530
અડદ2282
મિંઢીયાવળ1765
અન્ય કઠોળ317
તુવેર80
સૂર્યમૂખી40
સોયાબીન20
શેરડી5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...