તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજમાં સસ્તા સોના તેમજ ચલણી નોટ બદલી આપવાના નામે ચીટિંગ કરતી ટોળકીઓ સક્રીય છે. છ વર્ષ જુનો ઠગાઇનો બનાવ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો જેમાં નોંધાયેલી ફરિયાદ અધુરાશવાળી હોવાથી ફરિયાદીને નિવેદન માટે બોલાવાયો હતો જો કે સાહેદોના નિવેદન બાકી હોવાથી તપાસ અટકી ગઇ છે. તો અન્ય ઠગાઇના અન્ય બે બનાવોમાં માત્ર એક એક આરોપી જ પકડાયા છે બાકીના તમામ ફરાર છે.
ગત મહિને ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં છેતરપિંડીના ત્રણ ફોજદારી નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસ મથકે છ વર્ષ પૂર્વે 90 લાખ રૂપિયાની ઠગાઇ કરાઇ હતી જે બનાવમાં ટુંકા નામ અને એડ્રેસ તેમજ આંગડીયા મારફતે એટલી મોટી રકમ બે ટુકડે હવાલાથી મોકલાઇ હોવાનો તેમજ એલસીબીને અગાઉ અરજી અપાઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. જે બનાવમાં એ ડિવીઝનના પી. એમ. ચાૈધરીએ જણાવ્યું હતું કે, આટલા જુના બનાવમાં ફરિયાદીને બોલાવી નિવેદન લેવાયા છે, તેના સાહેદોના નિવેદન લેવાના બાકી છે.
આધાર, પુરાવાઓ એકત્ર થયા બાદ આગળ તપાસ ધપાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તો બીજી તરફ, બનાસકાંઠાના દિયોદર ગામના બે શખ્સો પાસેથી છેતરપિંડી કરી લેવાતા જુદી જુદી બે ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. બે ફરિયાદમાં અમુક આરોપી સમાન છે. જે બંને ગુનામાં એક એક આરોપી હજુ સુધી પકડાયા છે બાકીના અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
એક ગુનામાં બેંક મેનેજર પાસેથી સસ્તા સોના તેમજ ચલણી નોટના નામે 14.80 લાખ રૂપિયા પડાવી લેવાયા છે જેમાં છ જેટલા આરોપી નાસતા ફરતા છે. તો બીજો બનાવ પાંચ લાખ રૂપિયાનો છે એમાં પણ ત્રણેક આરોપી નાસતા ફરતા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.