તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલર્સ ઓફ બ્લેક હિલ્સ થીમ પર ફોટોવોક:કાળાડુંગર પર કુદરતના રંગોને તસ્વીરકારોએ કચકડે કંડાર્યા

લાખોંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલર્સ ઓફ બ્લેક હિલ્સ થીમ પર પ્રથમવાર ફોટોવોક યોજાઇ

કલર્સ ઓફ બ્લેક હિલ્સ થીમ પર પહેલીવાર કાળાડુંગર પર ફોટોવોક અને કોન્ટેસ્ટ યોજાયો હતો,જેમાં ૩૦ જેટલા ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો.વહેલી સવારથી જ ધ્રોબાણા નજીક કાળાડુંગરની ખીણ અને કોતરોમાં આ ફોટોવોક યોજાઈ હતી,જેમાં કાળાડુંગરની ગોદમાં વસેલી રંગીન પ્રકૃતિ અને પથ્થર સૌંદર્યને કચ્છના ફોટોગ્રાફરોએ મનભરીને માણ્યું હતું.

દત્ત વિકાસ અને સેવા સમિતિ કાળાડુંગર દ્વારા આયોજિત આ ફોટોવોકની શરૂઆતમાં પ્રેરણાસ્ત્રોત દિલીપભાઈ દેશમુખએ તમામ ફોટોગ્રાફરોને માર્ગદર્શન સાથે રોચક વાતો જણાવી હતી.ત્યારબાદ ફોટોગ્રાફરોએ બપોર સુધીમાં વેલી ઓફ કાળાડુંગર નામની ખીણની પ્રકૃતિને કચકડે મઢી હતી.સ્પર્ધકો માટે કાળાડુંગર પર ભોજન વ્યવસ્થા કરાઈ હતી.સ્પર્ધકોને તત્કાળ સ્પર્ધાનું પરિણામ પણ આપવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ સ્થાને કરણ ઠક્કર,દ્વિતીય પાર્થ ગોર અને તૃતીય સ્થાન પર કર્મેશ રાઠોડ રહ્યા હતા.સૌથી યુવા વયના હેમ રાઠોડને પ્રોત્સાહક ઇનામ અપાયું હતું.પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને અનુક્રમે ૩૦૦૦,૨૦૦૦ અને ૧૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

દતશિખર પર યોજાયેલા સન્માન સમારોહમાં વિજેતાઓને દિલીપભાઈ દેશમુખ અને હીરાલાલભાઈ રાજદેના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.ફોટોગ્રાફરોએ આયોજન બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં આ પ્રકારના આયોજન થતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોનક ગજ્જર અને આભારવિધિ પંકજ રાજદે દ્વારા કરવામાં આવી હતી.આ તકે પ્રથમ વિજેતા કરણ ઠક્કરે જણાવ્યું કે,ઈનામની રાશિ ઉપરાંત બે હજાર ઉમેરી પાંચ હજાર રૂપિયા તેઓ રામમંદિર નિર્માણ માટે અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો