તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ભુજમાંથી સ્કુટર ચોરીને જતો શખ્સ દેવપર પાસેથી ઝડપાયો

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને પક્ડયો GRD જવાને અને યશ પોલીસે ખાટ્યો

ભુજના ભાનુશાલીનગર પાસેથી સોમવારે રાત્રીના ચોરાયેલા સ્કુટરને લઇને જતા ચોરને નખત્રાણાના દેવપર પાસેથી જીઆરડીના જવાનોએ ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો, તપાસમાં ભુજના દિવ્યરાજસિંહ જગદીશસિંહ ઝાલાએ પોતાના ઍક્સેસ સ્કૂટરની ચોરી સોમવારે રાત્રે થઈ હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી તે ચોરી ડીટેક્ટ થતાં પોલીસે પોતાની સીધી બતાવી હતી. જ્યારે આ કેસમાં ચોરને પકડનારા જીઆરડીના જવાનોનો પ્રેસનોટમાં કોઇ જ ઉલેખ કર્યો ન હતો.

રાત્રીના દોઢ વાગ્યે પેટ્રોલીંગમાં રહેલા જુવાનસિંહ પઢીયાર,.બળવતસિંહ જાડેજા, રમેશ જોગી સહિત જીઆરડી જવાનોએ એક શંકાસ્પદ શખ્સને એક્સેસ સ્કુટર સાથે પકડી નખત્રાણા પોલીસને સુપરત કર્યો પકડાયેલા શખ્સની પુછતાછમાં તે નખત્રાણા તાલુકાના જીયાપર ગામનો સંજય મોહનભાઇ કોલી (ઉ.વ.23) હોવાનું અને તેની પાસે રહેલા સ્કુટર તેણે ભુજના ભાનુશાલીનગર પાસે આર.કે.પાન સેન્ટર પાસેથી ચોરી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો