ખેતીમાં વ્યસ્ત:નરેડી વિસ્તારના જગતનો તાત દિવાળીના દિવસે પણ ખેતીમાં વ્યસ્ત

રાયધણજર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી જ મગફળીનો પાક ઉતારવામાં જોતરાઇ ગયા

જગતના તાત દિવાળીના સપરમા દિવસે પણ પોતાના ખેતર માં ખેતી કાર્યમાં પરોવાયેલા જોવા મળ્યા હતા. અઅબડાસા તાલુકાના નરેડી વિસ્તાર ના સીમાડા માં આવેલ ખેડૂતો અને શ્રમિકો વહેલી સવારના ખેતરે પહોંચી જઈને ખેતી કાર્ય આરંભી દીધું હતું. પાછોતરા પાકના કારણે હજી મગફળી કાઢવાની ચાલુ છે.

જેમાં ટ્રેક્ટરની મદદથી મગફળી કાઢ્યા બાદ શ્રમિકો પથારા કરતાં જોવા મળે છે. કિસાન મહિનાઓની સખત મહેનતના અંતે યોગ્ય ભાવ મળે તેટલી અપેક્ષા જરૂર રાખતો હોય છે. આ વર્ષે સારા વરસાદ અને સારા બજાર ભાવના કારણે ખેડૂત ખુશખુશાલ છે. મગફળીના ત્રણ હજાર રૂપિયાની આસપાસ અને શ્રમિકોને દૈનિક ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા મજુરી છૂટતી હોવાથી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.