તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા અભિયાન:હરિપૂરાવાસીઓઅે જાતે માર્ગની સફાઇ કરી તંત્રનું નાક કાપ્યું !

નિરોણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં હજૂ પણ માળખાગત સુવિધાઅોના ફાંફાં છે. રોડ-રસ્તા બિસ્માર હોવાની સાથે બાવળની ઝાડીઅો ઉગી નિકળી છે. તેવામાં પાવરપટ્ટી પંથકના હરિપૂરા ગામના લોકોઅે સરકારની અાશા છોડી જાત મહેનત જિંદાબાદની જેમ માર્ગની સફાઇ કરી હતી.

100 ટકા સાક્ષર અને મુખ્યત્વે પાટીદારોની વસતી ધરાવતા હરીપૂરા ગામનો જિલ્લા પંચાયત હેઠળ અાવતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. તેમજ રોડની બન્ને બાજુ સારા વરસાદના કારણે જંગલી ઝાડીઅો અને બાવળ ઊગી નિકળ્યા હતા. જેના પગલે સ્થાનિક લોકોઅે નિરોણા ગ્રામ પંચાયતને પણ રજૂઅાત કરી હતી. તેમ છતાં કોઇ પગલા ભરવામાં અાવ્યા ન હતા. જેના પગલે સરકાર પર અાશા રાખ્યા વગર ગ્રામજનોઅે જાતે જ રોડની અાજુબાજુ ઊગી નિકળેલી ઝાડીઅો સાફ કરી હતી ! ગામના શિક્ષક રમેશભાઇ પ્રજાપતિની સાથે યુવાનો અને જાગૃત નાગરિકો અા કામગીરીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો