તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કચ્છમાં જૈનોના પર્યુષણ મહાપર્વનો આજથી થશે પ્રારંભ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઇડલાઇનને અનુસરી કલ્પસૂત્ર પારણાના વરઘોડા, સંઘ જમણ નહીં યોજાય

જૈનોના મહામંગલકારી પર્યુષણ મહાપર્વનો શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. સરકારની ગાઇડલાઇન અમલ કરી પર્વ ઉજવાશે. કલ્પસૂત્ર પારણાના વરઘોડા અને સંઘ જમણ યોજાશે નહીં. તા.10 અને 11 સમસ્ત જૈન સમાજ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે. તા.13/9 સાત સંઘની વ્યક્તિદીઠ શેષ ભુજની જૈન ગુર્જરવાડીમાં સવારે 10થી 12 રાખવામાં આવી છે. વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે તા.3 થી9 ચૌવિહાર હાઉસનું આયોજન જૈન ગુર્જરવાડીમાં સાંજે 5થી 6.30 સુધી રાખવામાં આવ્યું હોવાનું ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિત હસમુખભાઈ ઝવેરીએ જણાવ્યું છે.

પૂર્વ રાજ્યમંત્રી અને ક.વિ.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ તારાચંદભાઇ છેડા, પૂર્વ ધારાસભ્યો મુકેશભાઈ ઝવેરી અને પંકજભાઈ મહેતાએ સર્વે જૈન સંઘોને કોરોના મહામારી સંકટને ધ્યાને લઇ પર્વની ઉજવણી સાદાઈથી કરવા તેમજ માસ્ક પહેરવા, હાથ સેનેટાઈઝર અથવા સાબુથી વારંવાર ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અપીલ કરી છે. માંડવીમાં વાગડ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય કલ્પતરુસૂરીશ્વરજી મ.સા. તથા શ્રમણ-શ્રવણી વૃંદ આદિઠાણાની નિશ્રામાં વર્ધમાનનગરમાં અચલગચ્છના આ.ભ. કવિન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા-2ની નિશ્રામાં પર્વાધિરાજ ઉજવાશે.

વર્ધમાનનગરમાં દાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર દ્વારા તા.3થી 9નું ચૌવિહાર હાઉસનું આયોજન સાંજે 5થી 6 કરાયું છે. કચ્છમાં મુખ્ય ઉજવણી વર્ધમાનનગર, માંડવી, ભુજ અને માધાપરમાં થવાની છે. ભુજ વાણીયાવાડ ડેલામાં શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ દ્વારા પન્યાસશ્રીસ્થિતપ્રજ્ઞ વિ.મ.સા. આદિઠાણા-3 તથા શ્રમણી વૃંદની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું પ્રમુખ કીર્તિભાઈ શાહે જણાવ્યું હતું.

શ્વેતાંબર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘ મુનિરાજ રાજરત્નસાગરજી મ.સા. આદિઠાણા-9 તથા કીર્તિલતાશ્રીજી મ.સા. આદિ ઠાણા-2ની નિશ્રામાં પ્રયુષણ ઉજવાશે એવું સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ દામજી શાહે જણાવ્યું હતું. શેઠ વર્ધમાન આણંદજીની પેઢી, આરાધના ભવન જૈન સંઘ દ્વારા મુનિ પાવનમંત્ર વિ.મ.સા. તથા મુનિ પુનિતચંદ્ર મ.સા.ની નિશ્રામાં ઉજવાશે તેવું સંઘ પ્રમુખ કમલ નયન મહેતાએ જણાવ્યું હતું. ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા જીનદતસૂરીશ્વરજી ગુરુમંદિર જૈન દાદાવાડી, વાણીયાવાડ ડેલામાં આવેલા શાંતિનાથ જિનાલય મધ્યે મહાપર્વ ઉજવાશે તેવા સંઘ પ્રમુખ રજનીભાઇ પટવાએ જણાવ્યું હતું.

આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સદગુણાશ્રીજી મ.સ. આદિઠાણાની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું વિનોદભાઈ મહેતાએ જણાવ્યું હતું. છ કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં કોકિલાબાઈ મ.સ. આદિઠાણાની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું ધીરજભાઈ દોશીએ જણાવ્યું હતું. આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે મ.સ. નેહલબાઈ સ્વામીઆદિઠાણાની નિશ્રામાં ઉજવણી થશે એવું સંઘ પ્રમુખ નીતિન બાબુલાલ શાહે જણાવ્યું હતું. જૈન શ્વે. તેરાપંથ સંઘમાં પર્યુષણ મહાપર્વ આરાધનાઓ સાથે ઉજવાશે તેવું સંઘ પ્રમુખ હસમુખભાઈ મહેતાએ જણાવ્યું હતું.

વર્ધમાનનગર નોર્થ મધ્યે ચારૂકલાશ્રીજી મ.સા. આદિઠાણા-4ની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું હસમુખભાઈ વોરાએ જણાવ્યું હતું. વર્ધમાનનગર સાઉથમાં પર્યુષણની ઉજવણી કરાશે તેવું રાહુલભાઈ મહેતા અને કેતનભાઇ સંઘવીએ જણાવ્યું હતું. કોટ બહારના સોસાયટી વિસ્તારમાં છ કોટી સંઘના જૈન ભુવન મધ્યે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્ર સ્વામીના આજ્ઞાનુવર્તીની મ.સ. અંજનાકુમારીજી આદિઠાણા-8ની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું સંચાલન સમિતિના જગદીશભાઈ મહેતા, હર્ષદભાઈ શાહ, જીગ્નેશભાઈ શાહે જણાવ્યું હતું.

ઉમેદનગર વાસુપૂજ્ય જૈન જિનાલય તથા સર્વ મંગલ આરોગ્ય ધામ પાછળ આવેલી દેવ એવેન્યુ સોસાયટી જિનાલયમાં પણ પર્યુષણ ઉજવાશે. વિજયનગર રથાકાર જિનાલય તથા નવનીતનગર, કોવઈનગરમાં દિવ્યકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા-2ની નિશ્રામાં પર્વ ઉજવાશે તેવું કવિઓ જૈન મહાજન અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું. સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા રોજ ગાયને નીરણ અપાશે. માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગ તથા એકલાઅટૂલા નિરાધાર વૃધ્ધોને ભોજન જમાડવામાં આવશે.

અચલગચ્છના આચાર્ય કવિન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે કોરોના સંકટના કારણે યાત્રાળુઓની અવરજવર બંધ થતા જિનાલયો, અતિથિગૃહ, ભોજનશાળાઓની આવક બંધ છે. હાલના સંજોગોને ધ્યાને લઇ સંઘોના સાધારણ ફંડ ખાતાને વધુ મજબૂત બનાવવા તથા જીવદયાના કાર્યરૂપે પાંજરાપોળ સંસ્થાઓને વધુ મજબૂત બનવું જોઈએ.

વરહી જૈન તીર્થ ભદ્રેશ્વર, 72 જિનાલય, ગુણપાર્શ્વતીર્થ દેઢીયા, કટારીયા તીર્થ, વાંકી તીર્થ, પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામ, શિવ મસ્તુ સાધના કેન્દ્ર, અબડાસા મોટી પંચતીર્થીના સુથરી, કોઠારા, તેરા, જખૌ, નલિયા, સાંધાણ, નાની પંચતીર્થીના મુન્દ્રા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર, બિદડા તથા નુતન પંચતીર્થીના વાંકુ, વારા પધ્ધર, લાલા, પરજાઉ, રાપર ગઢવારી તથા ભુજ, માંડવી, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, અબડાસા, મુન્દ્રા માનવ મંદિર, શંખેશ્વર, મહુડી ધામ સીટી સ્ક્વેર, સાંધવ, શાયરા, વારાપદ્ધર, બાંડિયા, ડુંગરા, જૈન આશ્રમ માંડવી વગેરે સ્થળે સરકારની ગાઇડલાઇનનું પાલન કરી પર્વ ઉજવાશે તેવું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.

ભુજની જૈન સેવા સંસ્થા દ્વારા પર્યુષણ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ભુજની જૈન સેવા સંસ્થા ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની જપ, તપ, સાધના, આરાધના અને દાતા મહેન્દ્રભાઈ મોતીલાલભાઈ વસાના સહયોગથી જીવદયા અને માનવસેવાના કાર્યથી ઉજવણી કરાશે. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને હિરેન દોશીના જણાવ્યા મુજબ મહાપર્વના આગમન પહેલા 15-18 ઉપવાસની ઉગ્ર તપસ્યાના મંડાણ થઈ ચૂક્યા છે.

તા.3/9થી 11/9 સુધી ચાલનારા મહાપર્વ દરમિયાન કાર્યકરોના ઘરે તપના તોરણ બંધાશે. જેમાં અઠ્ઠમ, છઠ્ઠ ઉપવાસ, અઠ્ઠાઈ, આયંબિલ, એકાસણા, બિયાસણા વગેરે સાથે દેવદર્શન, ગુરુવંદન, જિનવાણી શ્રવણ, સામાયિક પ્રતિકમણ આદિ અનુષ્ઠાનોમાં જોડાઈ કાર્યકરો સાધના કરશે તેમજ મંત્રાધિરાજ નવકાર મહામંત્રના એક લાખ મંત્ર જાપ કરાશે.

માંડવી તપગચ્છ જૈન સંઘમાં અાજથી પર્વાધિરાજની ઉજવણી : અચલગચ્છ અને સ્થાનકવાસી સંઘોમાં શનિવારથી ઉજવાશે
કચ્છમાં તપગચ્છ જૈન સંઘ અને ખરતરગચ્છ જૈન સંઘમાં પર્યુષણ મહાપર્વ તા. 3-9ને શુક્રવારથી શરૂ થશે જ્યારે અચલગચ્છ જૈન સંઘ અને સ્થાનકવાસી જૈન સંઘોમાં તા. 4-9ને શનિવારથી ઉજવાશે.માંડવીમાં તપગચ્છ જૈન સંઘમાં ગચ્છાધિપતિ, અાચાર્ય ભગવંત કલ્પતરૂ સૂરિશ્વરજી મ.સા. અાદિ 35 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં દરરોજ વ્યાખ્યાન, ભગવાનની અાંગી, અારતી, મંગલદિવા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

તપગચ્છના દિનેશભાઇ શાહ અને જયેશભાઇ શાહના જણાવ્યા મુજબ, માંડવીમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પહેલાં જ 8 ઉપવાસ, 15 ઉપવાસ, 16 ઉપવાસ, 30 ઉપવાસ (માસશ્રમણ) અઠમ, છઠ્ઠ, અઠ્ઠાઇ (8 ઉપવાસ), અાયંબિલ, અેકાસણા, બિયાસણા વગેરે તપશ્યાઅો ચાલુ છે.

દેવ-દર્શન, ગુરૂવંદન, જિનવાણી, પરમાત્મા ભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અાદિ અનુષ્ઠાનોમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર ઝવેરબેન દેવજીભાઇ મહેતા (ડગાળાવાળા) હસ્તે રૂપલબેન ભરતભાઇ મહેતા અને રીયા કેરીન મહેતા છે. સંઘ પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા ટ્રસ્ટી મંડળ તેમજ ભરતભાઇ અને સંજયભાઇ ડગાળાવાળા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...