સવાલો:નેરની ઘટના માટેની બેઠકમાં પક્ષકારોને બોલાવાયા જ નહીં

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ શહેર કોંગ્રેસ મહામંત્રીઅે ઉઠાવ્યા સવાલો
  • ​​​​​​​હોસ્પિ.માં દાખલ પીડિતોની મુલાકાત સત્તાપક્ષે લીધી નથી

નેરની ઘટના બાદ ભચાઉમાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં સંબંધિત બંને પક્ષકારોને બોલાવાયા નથી કે, સત્તા પક્ષના મોવડીઅોઅે નેર કે, હોસ્પિટલમાં સારવાર મેળવતા પરિવારોની મુલાકાત ન લીધી હોવાના અાક્ષેપો કોંગી અગ્રણીઅે કર્યા છે.શાંતિ સમિતિની બેઠક કોણે બોલાવી, પ્રશાસન, રાજકીય પાર્ટી કે, અાગેવાનોઅે તે નક્કી થતું નથી. ખરેખર શાંતિ સમિતિની મિટિંગ પ્રશાસન, પોલીસતંત્રઅે તાત્કાલિક બોલાવવી જોઇતી હતી.

ત્યારબાદ મળેલી બેઠક પણ નેરના બદલે ભચાઉમાં બોલાવાઇ હતી અને તેમાં પણ ઘટનાના સંબંધિત પક્ષકારોને બોલાવાયા જ નહીં કે, ભચાઉ પાલિકાના વિપક્ષી નેતા, ઉપનેતા દલીત છે તેમજ અન્ય પક્ષના દલિત નેતાઅોને પણ બોલાવાયા નથી.

ખરેખર સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કે અન્ય ધારાસભ્યોઅે નેરની મુલાકાત લેવી જોઇઅે પરંતુ લીધી નથી કે, હોસ્પિટલમાં સારવાર મેળવતા પરિવારોની પણ મુલાકાત લીધી નથી. અા ઘટનામાં રાજકીય અગ્રણીઅોઅે સમયસર રસ દાખવ્યો હોત અને પોલીસ બંદોબસ્ત હટાવ્યો ન હોત તો અા ઘટના ન બની હોત અેમ ભચાઉ શહેર કોંગ્રેસના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ અેસ. જાડેજાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...