વિવાદ:પાર્કિંગ ઠેકેદારને રેલવે પોલીસ સાથે ડખો ભારે પડયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢેક માસ પૂર્વે માર મરાતા દારૂના દુષણને ડામી દેવાયું
  • દારૂની પેટી કાઢવા મુદ્દે થઇ‘તી હાથાપાઇ

ભુજના રેલવે સ્ટેશન પર અાવતી ટ્રેનોમાં મુંબઇથી દારૂની બોટલો અાવતી હોવાની વાત કાંઇ નવી નથી, પણ દોઢેક માસથી દારૂની હેરાફેરી બંધ થઇ ગઇ છે. જે પાછળ પાર્કિંગ અને મજુર ઠેકેદારે કરેલી હાથાપાઇ કારણભૂત હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું. દારૂની પેટીઅો ટ્રેનમાંથી કાઢવા મુદ્દે બોલાચાલી થયા બાદ હાથાપાઇ થતા કડક ચેકિંગ હાથ ધરવાનું શરૂ કરાયું હતું.

અાંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રેલવેના કોચમાં સાફ-સફાઇ કરતા મજુર અને પાર્કિંગના ઠેકેદારની રેલવે પોલીસના અેક કર્મચારી સાથે દારૂની બોટલો કાઢવા મુદ્દે બોલાચાલી થઇ હતી. દોઢેક માસ પૂર્વે થયેલી બોલાચાલી બાદ દારૂની હેરાફેરી નેસ્તનાબુદ કરી દેવાઇ હતી.

મજુરો સાફ સફાઇ કરવા જતી વેળાઅે દારૂની બોટલો કાઢી કોન્ટ્રાકટરને અાપતા હોવાની ભનક રેલવે પોલીસના કર્મચારીને અાવી જતા તેણે બોટલો પકડી હતી જેથી મજુરો અને ઠેકેદાર ભેગા મળી અા કર્મચારી સાથે હાથાપાઇ કરી હતી. ગુસ્સે ભરાયેલા કર્મચારીને દારૂનુ દુષણ ડામી દેવાનું નક્કી કર્યું હતું, અે જ દિવસથી દારૂની હેરાફેરી બંધ થઇ ગઇ હતી.

અમદાવાદ બદલી થતા ત્યાં દારૂ પકડી લેવાયો
​​​​​​​માથાકુટ થયાના થોડા દિવસોમાં જ ડાંગર અટકના કર્મચારીની બદલી અમદાવાદ રેલવે પોલીસ મથકે થઇ હતી. ભુજ અાવતી ટ્રેનો અમદાવાદ સ્ટોપ કરે ત્યારે ટ્રેનના કોચમાં ચેકિંગ કરાતું હતું, કેમ કે ભુજના ઠેકેદાર-મજુર કઇ જગ્યાઅે દારૂ છૂપાવતા તેની માહિતી તેની પાસે હતી. અેક તબક્કે તો મુંબઇથી ટ્રેન ઉપડતાની સાથે જ અેક-બે સ્ટોપ બાદ દહાણુ પાસે જ શરાબનો જથ્થો પકડાઇ જતો હતો.

અા અંગે અમને કોઇ ખ્યાલ નથી : કે. કે. શર્મા
રેલવે સ્ટેશને દોઢેક માસ થયેલી માથાકુટ અંગે રેલવે સ્ટેશનના કે. કે. શર્માઅે અજાણતા દર્શાવી હતી. તો રેલવે પોલીસના કર્મચારીઅોની બદલી થયા બાદ તમામ નવાને નિમણુંક અપાઇ હોવાથી તેમણે પણ અજાણતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...