અસંતોષ:અંગ્રેજી વિષયમાં નાપાસ થયેલા યુનિ.ના છાત્રોના પેપર ફરી ચેક થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટીના છાત્રોને લગતી વિવિધ સમસ્યાઅોને લઇ સ્ટુડન્ટ યુનિટી અોફ કચ્છ તરફથી યુનિ.ના જવાબદારોને રજૂઅાત કરાતા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઅોને ખાતરી અાપવામાં અાવી હતી. બી.અે. સેમેસ્ટર 6ના અંગ્રેજી વિષયમાં નાપાસ થયેલા છાત્રોના પેપર ફરીથી ચેક કરાશે તેમજ પરીણામથી અસંતોષ થયેલા છાત્રોઅે જવાબની નકલ પણ અાપવામાં અાવશે.

બી.અે. સેમેસ્ટર 6ના પરિણામમાં છાત્રોને અગાઉના સેમેસ્ટરમાં 70થી 80 ટકા અાવ્યા હતા પણ અમુક વિષયમાં શુન્ય ગુણ અપાયા છે. અમુક છાત્રોને વિશ્વાસ છે કે શુન્ય ગુણ તો ન જ અાવે તેવા સંજોગોમાં શુન્ય ગુણ અાવતા અનુસ્નાતક કક્ષાના અેડમિશન માટે હેરાનગતી ભોગવવી પડે છે. રિ-અેસઅેસમેન્ટમાં બે-ત્રણ માસ પછી પરિણામ જાહેર થતું હોય છે જે વહેલું કરવામાં અાવે તેમજ બેથી ત્રણ કેટીઅો હોય તેના માટે પુરક પરીક્ષા યોજવામાં અાવે જેથી છાત્રોનું વર્ષ ન બગડે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટાર સહિતના જવાબદારોને રજૂઅાત કરાયા બાદ ખાતરી અપાઇ હતી કે, અંગ્રેજીના પેપર ફરી ચેક કરાશે, રિ-અેસઅેસમેન્ટનું પરિણામ પાંચ દિવસમાં જાહેર થશે તો પરીણામથી અસંતોષ વિદ્યાર્થીઅો અાર.ટીઅાઇ કરી જવાબની નકલ મેળવી શકશે. તો જે છાત્રોને બેથી ત્રણ કેટી અાવેલી છે તેમની પુરક પરીક્ષા લેવા માટે ઇ.સી. બેઠકમાં વિચારણા કરવામાં અાવશે. અન્ય સેમેસ્ટરની પ્રેકટીકલ ફી કેરી-ફોરવર્ડ કરી અપાશે તેમજ સાંસ્કૃતિક-કોમ્પ્યુટર સહિતની ફી પરત કરવામાં અાવશે. યુનિવર્સિટીની વેબસાઇટ પર પરિણામ જાહેર થયા છે તો અાગામી અાઠ દિવસમાં માર્કશીટ અાપી દેવામાં અાવશે. અા રજૂઅાતમાં યુનિટીના મિત ગોસ્વામી, નજીર રાયમા, પૃથ્વીરાજસિંહ સોઢા, હરેશ કોલી સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...